Home /News /entertainment /

સલમાન અને દીપિકા ફિલ્મોમાં શા માટે નથી આવ્યાં સાથે? ભાઇજાને કર્યો ખુલાસો

સલમાન અને દીપિકા ફિલ્મોમાં શા માટે નથી આવ્યાં સાથે? ભાઇજાને કર્યો ખુલાસો

સલમાન ખાને દીપિકા પાદુકોણ સાથે કામ કરવાને લઇને કહીં આટલી મોટી વાત

સલમાન ખાને દીપિકા પાદુકોણ સાથે કામ કરવાને લઇને કહીં આટલી મોટી વાત

    સલમાન ખાન અને દીપિકા પાદુકોણને લઇને સોશિયલ મીડિયામાં અનેક વખત સમાચાર સામે આવી રહ્યા છે. દીપિકાને સલમાનની ઓપોઝીટ ફિલ્મ પણ ઓફર કરાઈ હતી પરંતુ તેણીએ કરી નહીં. લોકો સ્ક્રીન પર એકસાથે બંનેને જોવા માંગે છે. પરંતુ હવે સલમાને દીપિકા વિશે મોટી જાહેરાત કરી છે.

    એક મુલાકાતમાં સલમાને દીપિકા પાદુકોણ સાથે કામ કરવાને લઇને કહ્યું કે સાચું કહું તો હું પોતે જ હેરાન છું કે દીપિકા સાથે કામ કરીશ. દીપિકા એક મોટી સ્ટાર છે તો એવું કંઈક થવું જોઇએ જેનાથી તેણીને મારી સાથે કામ કરવાનું શક્ય બને. અત્યાર સુધી એવું કંઈ નથી. '



    આ પણ વાંચો:  સલમાનની ફિલ્મ 'નોટબૂક' ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સિતારાઓ

    સલમાને કહ્યું કે 'કેટરિના કૈફ' ભારત ' માં એ મારી હિરોઇન છે. 'ટાઇગર' શ્રેણી બાદ ત્રીજી વખત હું કેટરિના સાથે કામ કરવા જઈ રહ્યો છું. 'દબંગ 3' માં મારી હિરોઇન સોનાક્ષી સિન્હા છે. સાજિદ નડિયાદવાલાની કિક 2 માં, હું જેક્વેલિન ફર્નાન્ડીઝ સાથે છું. તો હવે કંઇક સારુ આવે તો દીપિકા લગભગ આવી શકે. "

    સલમાન ખાન ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ 'ભારત' લઇને આવી રહ્યાં છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા જ ખૂબ જ ચર્ચામાં છે. જ્યાં ફિલ્મથી પ્રિયંકા ચોપડાનું બહાર હોવુ પ્રેક્ષકોને ખૂબ જ વિચિત્ર લાગ્યુ હતુ. ત્યારબાદ ફિલ્મમાં કેટરિના કૈફે તેની જગ્યા લીધી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bharat, Deepika Padukone, ENT, બોલીવુડ, સલમાન ખાન

    આગામી સમાચાર