Home /News /entertainment /Salman Khan Upcoming Movies : 2022-23માં સલમાન ખાનની કઈ ફિલ્મો ક્યારે રિલીઝ થશે, જુઓ લિસ્ટ

Salman Khan Upcoming Movies : 2022-23માં સલમાન ખાનની કઈ ફિલ્મો ક્યારે રિલીઝ થશે, જુઓ લિસ્ટ

સલમાન ખાન અપકમિંગ ફિલ્મ્સ

Salman Khan Upcoming Movies : સલમાન ખાનની 2022-23માં 9 જેટલી શાનદાર ફિલ્મો આવશે. જેમાં લાલસિંહ ચઢ્ઢા, કિક 2, બજરંગી ભાઈજાન, જેવી ફિલ્મો પણ સામેલ છે, તો જોઈએ કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ શકે છે.

Upcoming Movies of Salman Kha : સલમાન ખાન (Salman Khan)ના દેશ-વિદેશમાં અસંખ્ય ફેન્સ છે. તેમના ફેન્સ ક્રિટિક્સની કૉમેન્ટ્સ પર વધુ ધ્યાન આપતા નથી. તેઓ માત્ર સલમાન ખાનની ફિલ્મ જુએ છે અને તેની મજા લે છે. ફિલ્મનું સ્ટ્રોન્ગ કન્ટેન્ટ ફિલ્મને પાવરફુલ અને સુપરહિટ બનાવે છે. સલમાન ખાનની સુપરસ્ટારડમ બોક્સઓફિસ પર ફિલ્મને હિટ કરવા માટે પૂરતી છે. સલમાન ખાનની વર્ષ 2022 અને વર્ષ 2023માં આવનાર ફિલ્મો (Salman Khan Upcoming Movies) વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

સલમાન ખાનની ફિલ્મ (Salman Khan Film) ‘અંતિમ’ થોડા સમય પહેલા સિનેમાધરો ધૂમ મચાવી રહી હતી. સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે.

સલમાન ખાનની વર્ષ 2022-23 માં આવનારી ફિલ્મો (Upcoming Movies of Salman Khan)

લાલ સિંહ ચઢ્ઢા (LAL SINGH CHADDHA)

બોલીવુડના ત્રણ ખાન એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં સલમાન ખાન પણ ભૂમિકા ભજવતા જોવા મળશે. કોમેડી ડ્રામા ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ પરથી બનાવવામાં આવી છે. કરીના કપૂર ખાને (Karina kapoor Khan) આ ફિલ્મમાં લીડ મહિલાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે.

કભી ઈદ કભી દિવાલી (KABHI EID KABHI DIWALI)

આ ફિલ્મ હિંદુ મુસ્લિમના ભાઈચારા પર આધારિત છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા અને ફરહાદ શામજીએ એકસાથે લખી છે. સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા (Ayush Sharma) આ ફિલ્મમાં એક નાનકડુ પાત્ર ભજવી રહ્યો છે. અભિનેત્રી પૂજા હેગડે અને ક્રિતી સેનન આ ફિલ્મમાં મુખ્ય ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 2023ની ઈદ પર રિલીઝ કરવામાં આવશે.

કિક 2 (KICK 2)

કિક 2 એક્શન ફિલ્મનો બીજો પાર્ટ છે. જેમાં સલમાન ખાન ડેવિલની ભૂમિકામાં જોવા મળશે. વર્ષ 2018માં સાજિદ નડિયાદવાલાએ બાગી 2ના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન આ ફિલ્મ અંગે ઘોષણા કરી હતી. આ થ્રિલર ફિલ્મમાં દિશા પટની (Disha Patni) ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે. આ ફિલ્મ બનાવવામાં 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ અંગે દર્શકોમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

બજરંગી ભાઈજાન 2 (BAJRANGI BHAIJAAN 2)

ફિલ્મ બજરંગી ભાઈજાન 2 વર્ષ 2015માં રિલીઝ કરવામાં આવેલ બજરંગી ભાઈજનનો બીજો પાર્ટ છે. મુંબઈમાં આરઆરઆરની પ્રિ-રિલીઝ ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને આ ફિલ્મની અધિકૃત રીતે જાહેરાત કરી હતી. SS રાજામૌલીના પિતા અને લેખક વિજયેન્દ્ર પ્રસાદ સાથે સલમાન ખાને આ ફિલ્મની સિક્વલ અંગે ચર્ચા કરી હતી.

ટાઈગર 3 (TIGER 3)

સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સ્પાઈ થ્રિલર એક્શન ફિલ્મ ટાઈગર 3 માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ફિલ્મ ટાઈગર 3માં બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ ફરી એકવાર એક્શન કરતી જોવા મળશે. ઈમરાન હાશ્મી આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. YRFના આ મોટા પ્રોજેક્ટને મનીષ શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે. ઈમરાન હાશ્મી (Emran Hashmi)એ આ ફિલ્મમાં સલમાન ખાન સાથે મેચ થવા માટે પોતાના બોડી શેપમાં ફેરફાર કર્યો છે. આ ફિલ્મ બનાવવામાં 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શુટીંગ તુર્કીમાં કરવામાં આવ્યું છે.

પઠાન (PATHAN)

ફિલ્મ પઠાનમાં સલમાન ખાનની સાથે સાથે જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ (Deepika padukone) અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાને કેમિયો રોલ કર્યો છે, જે ખૂબ જ રસપ્રદ હોઈ શકે છે. સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે.

આ પણ વાંચોAamir Khan Upcoming Films : આમિર ખાનની વર્ષ 2022-23 માં કઈ-કઈ ફિલ્મો આવશે? શું છે રિલીઝ ડેટ? તમામ માહિતી

વોન્ટેડ 2 (WANTED 2)

વર્ષ 2009 માં રિલીઝ થયેલ ફિલ્મ વોન્ટેડના બીજો પાર્ટ વોન્ટેડ 2નું શુટીંગ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની સિક્વલને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. કોપીરાઈટના મુદ્દાઓને કારણે ફિલ્મ અટકી ગઈ છે. પ્રભુ દેવા ત્રીજીવાર બોલીવુડના અભિનેતા સલમાન ખાનને ડાયરેક્ટ કરશે.

રેમો ડિસોઝા ડાન્સ ફિલ્મ (Remo D’Souza’s Dance film)

સલમાન ખાન અને જેક્વેલિન ફર્નાન્ડીઝ રેમો ડિસોઝાની ડાન્સ ફિલ્મ માટે ફરી એકવાર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન એક વિધુર છે અને એક બાળકના પિતા છે.

આ પણ વાંચો'Love Hostel' ની સાથે, આ અઠવાડિયે આ 7 નવી ફિલ્મો-વેબ સિરીઝનો આનંદ માણો, જાણો ક્યારે અને ક્યાં જોવી

પુલિમુરુગન હિન્દી રિમેક (PULIMURUGAN HINDI REMAKE)

મળતી માહિતી અનુસાર સલમાન ખાન પુલિમુરુગન હિન્દી રિમેક બનાવવા ઈચ્છે છે. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની આ ફિલ્મ મલયાલમ સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર અને સૌથી સફળ ફિલ્મ છે.

સલમાન ખાનના ફેન્સ સલમાન ખાનની આવનારી ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની આ ફિલ્મ્સ બોક્સઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવું રહ્યું.
First published:

Tags: Actor salman khan, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Salman Khan Movie, Upcoming Movies, સલમાન ખાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો