આ અફવાના કારણે સલમાન ખાનનો ગુસ્સો આસમાને, ટ્વિટ કરી કાર્યવાહીની આપી ચેતવણી

News18 Gujarati
Updated: May 14, 2020, 3:21 PM IST
આ અફવાના કારણે સલમાન ખાનનો ગુસ્સો આસમાને, ટ્વિટ કરી કાર્યવાહીની આપી ચેતવણી
સલમાન ખાનના નામે લોકોને મળી રહી છે આ Fake Offer! ભાઈજાને ટ્વિટ કરી લીગલ એક્શનની ધમકી આપી

સલમાન ખાનના નામે લોકોને મળી રહી છે આ Fake Offer! ભાઈજાને ટ્વિટ કરી લીગલ એક્શનની ધમકી આપી

  • Share this:
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)નું હાલમાં એક્ટ્રેસ જૈકલીન ફર્નાડિસ સાથે એક મ્યૂઝિક આલ્મ રિલીઝ થયું છે, જેના કારણે તે હાલમાં ખૂબ ચર્ચામાં છે. ગત મંગળવારે જ સલમાનનું તેરે બિના રિલીઝ થયું છે જે તેના પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ મ્યૂઝિક આલ્બમની ખાસ વાત એ છે કે તેનું શૂટિંગ સલમાન ખાનના ફાર્મ હાઉસમાં સીમિત લોકો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન સલમાન ખાનનું એક ટ્વિટ ખૂબ ચર્ચામાં છે. જેને જોયા બાદ લાગી રહ્યું છે કે જાણે કોઈ બાબતને લઈ તે ઘણો ગુસ્સામાં છે.

મૂળે, સલમાન ખાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ન તો હું અને ન તો સલમાન ખાન ફિલ્મ્સ, હાલ કોઈ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યા છીએ. અમે અમારી આગામી કોઈ ફિલ્મ માટે કાસ્ટિંગ એજન્ટ હાયર નથી કર્યા. જો આ સંબંધમાં આપને કોઈ પણ મેસેજ કે ઈ-મેલ મળે છે તો તેની પર વિશ્વાસ મૂકશો નહીં. જો ખોટી રીતે કોઈ મારા નામ કે સલમાન ખાન ફિલ્મ્સનો ઉપયોગ કરી રહ્યું છે તો તેની વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે.

આ પણ વાંચો, હવે ઓનલાઇન રિલીઝ થશે અમિતાભ બચ્ચન અને આયુષ્માનની ‘ગુલાબો સિતાબો’, જાણો રિલીઝની તારીખ

પોસ્ટ શૅર કરતાં સલમાન ખાને કેપ્શનમાં લખ્યું કે, ‘અફવાઓ પર ભરોસો ન મૂકો. #staysafe.’ સલમાન ખાનની પોસ્ટને જોતાં અંદાજો લગાવી શકાય છે કે કોઈ તેના નામ અને તેના પ્રોડક્શન હાઉસના નામનો ઉપયોગ કરી લોકોને તેમની સાથે કામ કરવાની ખોટી ઓફર આપી રહ્યું છે. 
View this post on Instagram
 

Jacky got caught taking a pic chori chori Chupke chupke... she took one more after that which she will post on her own! @jacquelinef143


A post shared by Salman Khan (@beingsalmankhan) on

એવામાં તેને લઈને સલમાન ખાને લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે અને સાથોસાથ એ વાતની પણ જાણકારી આપી છે કે તેઓએ પોતાની કોઈ પણ આગામી ફિલ્મ માટે કોઈ કાસ્ટિંગ એજન્ટને હાયર નથી કર્યો. તો જો કોઈની પાસે તેમના નામથી કોઈ ઓફર આવે છે તો તે તેની પર ભરોસો ન કરે.

આ પણ વાંચો, આમિર ખાનના 25 વર્ષથી ‘પડછાયો’ રહેલા અમોસનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ
First published: May 14, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading