Home /News /entertainment /

સલમાન ખાને કરી ટ્વિટ- મને છોકરી મળી ગઇ છે!

સલમાન ખાને કરી ટ્વિટ- મને છોકરી મળી ગઇ છે!

સલમાન ખાનની આ ટ્વિટ ફક્ત ચાર મિનિટની અંદર જ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી

સલમાન ખાનની આ ટ્વિટ ફક્ત ચાર મિનિટની અંદર જ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી

    મુંબઇ: સલમાન ખાનને આખરે છોકરી મળી ગઇ છે. આ જાણકારી તેને જાતે જ ટ્વિટ કરી દીધી છે. મંગળવારે સલમાને ટ્વિટ કરીને લખ્યું છે કે, મને છોકરી મળી ગઇ છે. સલમાન ખાનની આ ટ્વિટ ફક્ત ચાર મિનિટની અંદર જ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. અને તેને સવાલોની છડી ફરી વળી હતી. દરેક વ્યક્તિ તેની પાસેથી જાણવા ઇચ્છે છે કે તે યુવતી કોણ છે.

    આપને જણાવી દઇએ કે સલમાન ખાન અને યૂલિયા વંતૂર સાથે રિલેશનશિપનાં સમાચાર થઇ રહ્યાં છે. પણ યૂલિયા વંતૂરે એક ઇન્ટરવ્યુંમાં આ વાતનો ઇન્કાર કર્યો હતો. તેમજ બિગ બોસ સિઝન-11 હોસ્ટ કરતા સમયે ઘણી વખત સલમાન સામે લગ્નનો સવાલ ઉઠ્યો હતો અને તેણે દર વખતે આ જવાબ ટાળી દીધો હતો.



    સલમાનની આ ટ્વિટથી જાત જાતની કમેન્ટ્સ આવી રહી છે એક યૂઝરે લખ્યુ કે, ભાઇ હવે ભાભીની ફોટો તો મુકો





    કોઇએ લખ્યું કે બ્રેકિંગ ન્યૂઝ છે. અન્ય એક યૂઝરનું કહેવું છે કે સલમાનની ફિલ્મનું નવું નામ છે.

    કેટલાંક યુઝર્સે યુવતીનાં નામ પણ વિચારી લીધુ છે તેમનું કહેવું છે શિલ્પા શિંદે જ તે છોકરી છે.

    આ પહેલા આપેલા ઇન્ટરવ્યુંમાં તેણે કહ્યું કે, તે હવે લગ્ન કરવા નથી ઇચ્છતો. હવે જ્યારે સલમાન ખાને પોતે આ ટ્વિટ કરી છે તો તેનાં ચાહકો માટે આનાથી મોટી ખુશખબરી કઇ હોઇ શકે. હવે જોવું એ રહેશે કે ભાઇજાન કોઇ મોટો પ્રેન્ક તો નથી કરી રહ્યાં કે શું?

    Published by:Margi Pandya
    First published:

    Tags: Marriage, Tweet, Twitter, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन