કોરોનાનાં કહેરમાં મદદ: સલમાન ખાન 25 હજાર બોલિવૂડ વર્કર્સનાં ખાતામાં જમા કરાવશે 1500 રૂપિયા

સલમાન ખાન, ફાઇલ ફોટો

સલમાન ખાન દરેકનાં ખાતામાં 1500 રૂપિયા જમા કરાવશે. આ પહેલાં પણ તેણે ગત વર્ષ કોવિડ મહામારી સમયે પણ શ્રમિકોની મદદ કરી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાની બીજી લહેર જ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં બધા લોકો સપડાઇ ગયા છે ત્યારે સૌ કોઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં નાના વર્કર્સની મદદે સલમાન ખાન આવ્યો છે. બોલિવૂડ વર્કર્સ જેમ કે, મેકઅપ આર્ટિસ્ટ, સ્ટંટમેન, ટેક્નિશિયન તેમજ સ્પોટબોયને આર્થિક મદદ કરી રહ્યો છે. સલમાન ખાન 25,000 જેટલાં સીને વર્કર્સનાં ખાતામાં 1500થી વધુ રૂપિયા જમા કરાવશે. આમ તે કૂલ ત્રણ કરોડ પંચોત્તેર લાખ રૂપિયાની મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સલમાન ખાને 25 હજાર વર્કર્સનાં ખાતામાં તેણે 3 હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં.

  ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પલોઇઝ (FWICI)નાં મહાસચિવ, અશોક દુબેએ indiaexpress.comથી વાતચીતમાં જણાવ્યું કે, 'સલમાન ખાનનાં મેનેજરે FWICIનાં અધ્યક્ષ BN તિવારીથીઆ સંબંધે વાત કરી છે. એવામાં ફેડરેશને 25,000 શ્રમિકોનાં અકાઉન્ટ ડીટેલ મોકલ્યા છે. સલમાન દરેકનાં ખાતામાં 1500 રૂપિયા જમા કરાવશે. આ પહેલાં પણ તેણે ગત વર્ષ કોવિડ મહામારી સમયે પણ શ્રમિકોની મદદ કરી હતી.'

  અશોક દુબેએ વધુમાં કહ્યું કે, 'અમને આ સ્થિતિનો જરાં પણ અંદાજો ન હતો. કારણ કે ડિસેમ્બરમાં કામ શરૂ થઇ ગયુ હતું, ફેબ્રુઆરી સુધી અમારા ઘણાં શ્રમીકોને નોકરી મળવાની શરૂ થઇ ગઇ હતી. તેથી અમે ખશ હતાં. પણ પછી મહામારીની બીજી લહેર આવી અને શ્રમિકોને કામ મળવાનું ફરી બંધ થઇ ગયું. હવે આ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે ફરી બધુ પાટે કેમ આવશે. અને ક્યારે કામ શરૂ થશે.'

  એટલેકે હવે જ્યારે એક વખત ફરી મહામારીની બીજી લહર આવી છે તો સલમાન ખાને પણ મદદનો હાથ લંબાવ્યો છે. તેણે ગતવર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ તમામ ઇન્ડસ્ટ્રીની જેમ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ભારે નુક્સાન સહન કરવું પડ્યું હતું. જે બાદ ઇન્ડસ્ટ્રી ડિસેમ્બરમાં ટ્રેક પર આવવા લાગી હતી. દરરોજ કમાઇને ખાતા મજૂરોને ફેબ્રુઆરીમાં કામ મળવાનું સરૂ થઇ ગયુ હતું. પણ બીજી લહેરે બધુ ખરાબ કરી દીધુ.

  બી એન તિવારીએ જણાવ્યું કે, 'અમે 35 હજાર સિનિયર સિટીઝન વર્કર્સની યાદી યશરાજ ફિલ્મ્સને મોકલી આપી છે. યશરાજ બેનર દરેકના અકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા તથા મહિનાનું કરિયાણું આપશે. સલમાન તથા યશરાજ બેનર લિસ્ટ તથા અકાઉન્ટ ડિટેલ્સની ખરાઇ કરશે અને ત્યારબાદ પૈસા જમા કરાવશે.'
  Published by:Margi Pandya
  First published: