Home /News /entertainment /જોધપુર જેલમાં બધાને 'જય સિયારામ' કહેતો હતો સલમાન!

જોધપુર જેલમાં બધાને 'જય સિયારામ' કહેતો હતો સલમાન!

    કાળા હરણ શિકાર કેસમાં જેલમાં બે દિવસ સુધી કેદ રહેલા સલમાન ખાન પોતાના અભિવાદનનો જવાબ જેલમાં 'જય સિયારામ' કહીને આપતો હતો. જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન જેલમાં અભિવાદનના જવાબમાં 'જય બજરંગબલી' પણ કહેતો હતો. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે જેલમાં કોઈ કેદી ગુડ મોર્નિંગ કહીને સલમાનનું અભિવાદન કરતો હતો ત્યારે તે તેને 'જય સિયારામ' કહેતો હતો.

    જેલના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે જોધપુર જેલમાં બંધ રહેવા દરમિયાન સલમાન ખાન અભિવાદનનો જવાબ જય સિયારામનથી આપતો હતો. ક્યારેક ક્યારેક તે જય બજરંગબલી પણ કહેતો હતો. જેલમાં જ્યારે કેદીઓને મોકો મળ્યો ત્યારે તેણે સલમાનને ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, સલામ વાલિકમ અને નમસ્કાર કહ્યા હતા. કોઈ પણ પ્રકારના અભિવાદનનો જવાબ સલમાન જય સિયારામ કહીને જ આપતો હતો.

    સલમાન ખાન આશરે 50 કલાક સુધી જોધપુર જેલમાં રહ્યો હતો. જેલમાં અલગ-અલગ ધર્મ સંપ્રદાયના લોકો રહે છે. દરેકને તે જય સિયારામ કહીને જ જવાબ આપતો હતો. જેલનો સ્ટાફ પણ જ્યારે તેને મળતો હતો ત્યારે તે તેમને જય સિયારામ જ કહતો હતો.

    નોંધનીય છે કે જોધપુરના 20 વર્ષ જૂના કાળા હરણના શિકારના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાંચ વર્ષની સજા પડતા સલમાન ખાનને બે દિવસ જોધપુરની જેલમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન સલમાનની દિનચર્યાના અનેક સમાચાર સામે આવ્યા હતા, જેમાં સિગારેટ ફૂંકવાથી લઈને ગાર્ડ્સને ફિલ્મના કિસ્સા સંભળાવવામાં આવ્યાની વાતો સામેલ છે.

    આશરે 20 વર્ષ જૂના આ કેસમાં જોધપુર સેશન કોર્ટે જામીન આપ્યા બાદ સલમાન ખાન મુક્ત થયો હતો. હાલમાં તે મુંબઈમાં છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Black Buck case, Jodhpur jail, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन