‘સીટી માર’ સોન્ગ માટે સલમાને કહ્યું Thank You, તો અલ્લુ અર્જુને આપ્યો કંઈક આવો જવાબ

Instagram/alluarjunonline/beingsalmankhan)

  • Share this:
સલમાન ખાને સોશિયલ મીડિયા પર ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મનું ‘સીટી માર’ સોન્ગ પોસ્ટ કર્યું છે. આ સાથે જ સલમાન ખાને અભિનેતા અલ્લુ અર્જુનને થેન્ક યુ પણ કહ્યું છે. આલ્લુ અર્જુને આ જ નામના ઓરિજિનલ સોન્ગમાં ડાન્સ કર્યો છે. સલમાનના થેંક્યુંનો અલ્લુ અર્જુને જવાબ આપ્યો છે.

સલમાન ખાને લખ્યું છે કે, “#SeetiMaar થેન્ક યુ અલ્લુ અર્જુન, ગીતમાં તમે જે રીતે પરફોર્મ કર્યું છે, જે રીતે ડાન્સ કર્યો છે, તમારી સ્ટાઈલ ખૂબ જ સુંદર છે. સુરક્ષિત રહો. love u brother @alluarjunonline.”

અભિનેતા અલ્લુ અર્જુને સલમાન ખાનના ટ્વિટનો રિપ્લાય આપ્યો છે કે, “થેન્ક યુ સો મચ સલમાન. તમારા તરફથી કોમ્પલિમેન્ટ મળવી એ ખૂબ જ ખુશીની વાત છે. આ ખૂબ જ યાદગાર પળ છે. ચાહકો સ્ક્રીન પર સીટી માર સોન્ગની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. આપના સ્નેહ માટે થેન્ક યુ.”

Twitter/beingsalmankhan


આ સોન્ગ સલમાન ખાનની ડાન્સ સ્ટાઈલ યુવાઓને ખૂબ ગમી છે. ઉપરાંત દિશા પટનીની હોટ અને અલાયદી સ્ટાઈલ પણ ચાહકો વખાણી રહ્યા છે. જાની માસ્ટર્સની કોરિયોગ્રાફી તરીકે શેખ જાની બાશા અને પ્રભુદેવાનું ડાયરેક્શન ‘સીટી માર’ સોન્ગમાં જોવા મળે છે. જાની માસ્ટર અને પ્રભુદેવાએ ક્લાસિક સાઉથ સ્ટાઈલ કોરિયોગ્રાફી અને હીપ હોપને અદભુત રીતે રજૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ 13 મેના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.
First published: