મુંબઇ: સલમાન ખાનની ફિલ્મ 'રેસ-3'એ બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી છે. ફિલ્મે ફક્ત ત્રણ જ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ઇદ પર રિલીઝ થયેલી આ ફિલ્મને પસંદ ન કરવાવાળાની સંખ્યા પણ એટલી જ મોટી છે. તેમ છતા સલમાનનાં ફેન્સ છે જે તેને સુપર હિટ બનાવવામાં લાગી ગયા છે. 'રેસ-3'ની શુક્રવાર અને શનિવારથી વધુ કમાણી રવિવારનાં દિવસે નોંધવામાં આવી છે.
ક્યા દિવસે કેટલાં કરોડની કરી કમાણી
ફિલ્મે પહેલાં દિવસે 29.17 કરોડ રૂપિયાની કમાણી કરી, બીજા દિવસે તેમને ઇદનો ફાયદો મળ્યો અને આ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી. તો ત્રીજા દિવસે ફિલ્મે 39.16 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ ફિલ્મે ઓપનીંગ વિકએન્ડમાં કૂલ 106.37 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
સલમાનની ચોથી ફિલ્મ 3 દિવસમાં 100 કરોડને પાર
સલમાન ખાનની આ ચોથી ફિલ્મ છે જેણે ત્રણ દિવસની અંદર જ 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ લિસ્ટમાં 'બજરંગી ભાઇજાન', 'સુલતાન', 'ટાઇગર ઝિંદા હૈ' અને હવે 'રેસ-3' પણ આ રેસમાં શામેલ થઇ ગઇ છે.
And #Race3 scores a CENTURY... Crosses 💯 cr… Fourth Salman starrer to collect ₹ 100 cr mark in *3 days* [#BajrangiBhaijaan, #Sultan, #TigerZindaHai]... Fri 29.17 cr, Sat 38.14 cr, Sun 39.16 cr. Total: ₹ 106.47 cr. India biz.