Home /News /entertainment /સલમાનની 'કિસી કા ભાઇ કિસી કી જાન'નું ટીઝર શાહરૂખની 'પઠાણ' સાથે થશે રિલીઝ, ભાઇજાને શેર કર્યો દમદાર લુક

સલમાનની 'કિસી કા ભાઇ કિસી કી જાન'નું ટીઝર શાહરૂખની 'પઠાણ' સાથે થશે રિલીઝ, ભાઇજાને શેર કર્યો દમદાર લુક

'કિસી કા ભાઇ કિસી કી જાન'માં સલમાન ખાનનો દમદાર લુક

Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser: સલમાન ખાને (Salman Khan) પોતાના ફેન્સને એક ગુડ ન્યૂઝ આપી છે. સલમાને સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે તેની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'નું ટીઝર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ 'પઠાણ' સાથે રિલીઝ થશે.

વધુ જુઓ ...
    સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) વચ્ચે ખાસ દોસ્તી છે. પાછલા કેટલાંક સમયથી બંને એકબીજાને પ્રમોટ કરતા જોવા મળે છે. તેવામાં હવે સલમાને પોતાના ફેન્સને એક મોટા સમાચાર આપ્યા છે. સલમાનની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser)નું ટીઝર 25 જાન્યુઆરીએ 'પઠાણ' સાથે રિલીઝ થશે. એટલે કે શાહરૂખ અને સલમાનના ફેન્સ માટે આ ડબલ ટ્રીટ જેવુ હશે. જેવી સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેર કરી છે, ફેન્સ વચ્ચે ખુશીની લહેર છવાઇ ગઇ છે.

    શાહરૂખ ખાનની આ વર્ષની પહેલી ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના આગલા દિવસે રિલીઝ થશે. ફિલ્મને લઇને દર્શકોની આતુરતા સ્પષ્ટપણે જોઇ શકાય છે.

    આ પણ વાંચો :  TMKOC : 'તારક મહેતા'માં થઇ ગઇ 'દયા બેન'ની એન્ટ્રી? બાઘા સાથે દિશા વાકાણીની વાયરલ તસવીર જોઇને ફેન્સ હરખાયા

    ફિલ્મના એડવાન્સ બુકિંગનો આંકડો સતત વધતો જઇ રહ્યો છે. તેવામાં હવે સલમાને ફેન્સની ખુશી ડબલ કરી દીધી છે. એક તરફ થિયેટર્સમાં 'પઠાણ' દસ્તક આપશે. ત્યાં બીજી બાજુ સલમાન પોતાની ફિલ્મની ઝલક રજૂ કરશે.



    સલમાન ખાનનો દમદાર લુક


    સલમાન ખાને ટીઝરની જાણકારી સાથે એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સલમાનના લાંબા વાળ વાળો લુક જોવા મળી રહ્યો છે, જેની પાછળ તેનો ચહેરો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સલમાને લખ્યું, 'કિસી કા ભાઇ કિસી કી જાન ટીઝર હવે જુઓ મોટા પડદે'.

    આ પણ વાંચો :  મૌની રૉયે પિંક બ્રાલેટમાં આપ્યા અત્યાર સુધીના સૌથી HOT પોઝ, સિઝલિંગ લુક પરથી નહીં હટાવી શકો નજર

    એટલે કે તેણે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' સાથે તે પોતાની ફિલ્મની ઝલક રજૂ કરશે. આ ન્યૂઝ શાહરૂખ અને સલમાનના ફેન્સ માટે ખાસ બની ગયા છે.


    'કિસી કા ભાઈ કિસી કી જાન' ક્યારે થશે રિલીઝ


    'કિસી કા ભાઈ કિસી કી જાન' એ ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે. સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે અને વેંકટેશ પણ લીડ રોલમાં છે. તે સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે અને તેમાં તે તમામ મસાલા હશે જેની કોઈ સલમાન ખાનની ફિલ્મ પાસેથી અપેક્ષા રાખે છે. ફિલ્મ એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ અને ઈમોશનથી ભરપૂર છે. કિસી કા ભાઈ કિસી કી જાન 2023ની ઈદ પર રિલીઝ થવાની છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Actor salman khan, Pathan, Salman Khan Movie, Shahrukh Khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन