'ભારત'નું TRAILER રિલીઝ, મોતનાં કુવામાં બાઇક ચલાવતો જોવા મળ્યો સલમાન

News18 Gujarati
Updated: April 22, 2019, 5:28 PM IST
'ભારત'નું TRAILER રિલીઝ, મોતનાં કુવામાં બાઇક ચલાવતો જોવા મળ્યો સલમાન
સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. તે 3 મિનિટ 11 સેકન્ડનું છે.

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. તે 3 મિનિટ 11 સેકન્ડનું છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર  3 મિનિટ 11 સેકેન્ડનો આ વીડિયો છે જેમાં તમને આખી ફિલ્મોનો સાર સમજાઇ જાય છે. સલમાન ખાનની આ ફિલ્મની કહાની શરૂઆત ભારતની આઝાદીથી થાય છે. તે સર્કસમાં મોતનાં કુવામાં બાઇક ચલાવવાનું કામ કરે છે. દિશા પટની પણ ફિલ્મમાં નજર આવશે. આ બાદ તે અન્ય નોકરી માટે એક સરકારી ઓફિસમાં પહોંચે છે. અહીં તેની મુલાકાત કેટરિના કૈફ સાથે થાય છે. જ્યાં તેને કામ મળે છે. આ ધરમિયાન એક એવી ઘટના બને છે જે સલમાનને ફ્લેશબેકમાં લઇ જાય છે.

જેમાં તેનાં પિતાનાં રોલમાં જેકી શ્રોફ નજર આવે છે. ભારત-પાકિસ્તાનનાં ભાગલા આ ફિલ્મમાં નજર આવે છે. સલમાન ખાન મર્ચન્ટ નેવીનાં ડ્રેસમાં પણ નજર આવે છે. અને વીડિયોનાં અંતમાં સલમાન ખાન અને કેટરિના કૈફ વાઘા બોર્ડર પ પણ નજર આવે છે. આ તસવીર તેણે સલમાને ઘણાં સમય પહેલાંજ રિલીઝ કરી દીધી હતી.આપને જણાવી દઇએ કે સલમાન ખાન સ્ટાર 'ભારત' ઇદનાં દિવસે એટલે કે 5 જૂનનાં રોજ રિલીઝ થવાની છે. અલી અબ્બાસ જફરનાં ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં કેટરિના કૈફ, સલમાન ખાન, સુનીલ ગ્રોવર અને જેકી શ્રોફ અહમ રોલમાં નજર આવી રહ્યાં છે.
First published: April 22, 2019, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading