મુંબઇ : જ્યાં એક તરફ કોરોના વાયરસને કારણે લોકો મુસીબત સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે બોલિવૂડ સેલેબ્લ પોતાની રીતે આ વાયરસ સામે લડવા માટે અભિયાન ચલાવે છે. આ અભિયાનમાં સલમાનખાન પણ સામેલ થયા છે. તેમણે કોરોના વાયરસ અંગે જાગૃત્તા ફેલાવવા માટે એક ગીત લખ્યું છે. આ ગીતને સલમાને જ ગાયું છે. આ ગીત 'પ્યાર કરોના' નો ઓડિયો રિલીઝ કર્યો છે.
આ ગીતે સલમાન ખાને હુસૈન દલાલ સાથે મળીને લખ્યું છે. સલમાને જ 'પ્યાર કરોના' ગીત ગાયું છે. આ ગીતને સાજીદ-વાજીદે કમ્પોઝ કર્યું છે. ચાર મિનિટ લાંબા આ ગીતને સલમાને સોશિયલ મીડિયામાં શેર કરીને કહ્યું હતું કે, ઈમોશનલી સાથે રહો અને ફિઝિકલી દૂર રહો. સલમાન ખાને આ ગીત પોતાના ફોનમાં રેકોર્ડ કર્યું હતું. આ ગીતના શબ્દો ‘પ્યાર કરોના, એતિહાયત કરોના, ખ્યાલ રખોના, મદદ કરોના’ છે.
હાલ સલમાન પનવેલમાં છે
સલમાન ખાન હાલમાં પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં છે. લૉકડાઉનને કારણે તે મુંબઈ આવી શકે તેમ નથી. તેની સાથે સલમા ખાન, અર્પિતા તથા તેનો પરિવાર, સોહેલ ખાનનો દીકરો નિર્વાણ, લુલિયા વંતુર, વલુશ્ચા ડિસોઝા તથા જેક્લીન ફર્નાન્ડિઝ છે.
હાલમાં જ સલમાન ખાને કહ્યું હતું કે, તે હજી પણ કામ કરે છે. લૉકડાઉન જેવું પૂરું થશે એટલે તેને ખ્યાલ છે કે, કેવી રીતે કામની શરૂઆત કરવાની છે. તેને આ ફાર્મહાઉસ બિગ બોસ જેવું લાગે છે. અત્યારે બધા જ એકબીજાની નજીક છે અને અહીંયા કોઈ એલિમિનેટ થવાનું નથી. તેને સમય મળે ત્યારે તે પેઈન્ટિંગ પણ કરે છે. તે પિતા સલીમ ખાનથી પહેલી જ વાર આટલો દૂર રહ્યો છે. તે પિતા સાથે અવારનવાર ફોન પર વાત કરે છે. આ પહેલા પણ સલમાને કોરોના સામેની એક પોસ્ટ ઘણી જ શેર પણ થઇ હતી.