Home /News /entertainment /

Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાનનો First Look આવ્યો સામે, લાંબા વાળ અને કાળા ચશ્મામાં આવ્યો નજર

Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાનનો First Look આવ્યો સામે, લાંબા વાળ અને કાળા ચશ્મામાં આવ્યો નજર

સલમાન ખાનનો આ લૂક ફેન્સ પસંદ કરી રહ્યાં છે. (Photo- @beingsalmankhan/Instagram)

'કભી ઇદ કભી દીવાલી' (Kabhi Eid Kabhi Diwali) માં સલમાન ખાન (Salman Khan)ની સાથે પૂજા હેગડે (Pooja Hegde) અને આયુષ શર્મા (Aayush Sharma) સાથે નજર આવશે. ફેન્સ સલમાનનો ફર્સ્ટ લૂક જોઇ ઘણાં જ એક્સાઇટેડ છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાને (Salman Khan) આખરે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કભી ઇદ કી દીવાલી'નું (Kabhi Eid Kabhi Diwali) શૂટિંગ શરૂ કરી દીધુ છે. તેણે ફિલ્મનાં ફર્સ્ટ લૂક (Salman Khan Share his First Look)ની સાથે તેણે ફેન્સને મોટું સરપ્રાઇઝ આપ્યું છે. સલમાન ખાનનો ડેશિંગ લૂક જોઇને ફેન્સ વધુ ઉત્સાહિત થઇ ગયા છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર તેનો ફર્સ્ટલૂક શેર કર્યો છે. તેનો ફર્સ્ટ લૂક શેર કરતાં સલમાન ખાને શૂટિંગ શરૂ થયાની માહિતી શેર કરી છે. જોકે, આ ફોટોની તાથે તેણે તેની ફિલ્મનો ઉલ્લેખ નથી કર્યો. પણ ફએન્સ પૂજા હેંગડે (Pooja Hegde)ની તસવીર જોઇ પોસ્ટથી અંદાજ લગાવી રહ્યાં છે કે આ ફિલ્મ 'કભી ઇદ કભી દીવાલી'નું જ છે.

    'કભી ઇદ કભી દીવાલી' (Kabhi Eid Kabhi Diwali) માં સલમાન ખાન (Salman Khan)ની સાથે પૂજા હેગડે (Pooja Hegde) અને આયુષ શર્મા (Aayush Sharma) સાથે નજર આવશે. ફેન્સ સલમાનનો ફર્સ્ટ લૂક જોઇ ઘણાં જ એક્સાઇટેડ છે.

    સલમાન ખાનના ફર્સ્ટ લુકની વાત કરીએ તો તેમાં 'ભાઈજાન'નો ચહેરો દેખાતો નથી. લાંબા વાળ અને આંખોમાં કાળા ચશ્મામાં સલમાનનો અવતાર નવો લાગી રહ્યો છે. સલમાને હાથમાં સળિયો પકડ્યો છે, તેની સાથે અભિનેતાનું બ્રેસલેટ પણ દેખાઈ રહ્યું છે.

    આ પણ વાંચો-શું કેટરિનાને બે મહિનાની પ્રેગ્નેન્સી છે? સવાલ ઉઠતા ટીમે આપ્યો એવો જવાબ

    તસવીરમાં તેણે બ્લેક ડેનિમ જેકેટ પહેર્યું છે. સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં તેલુગુ અભિનેતા વેંકટેશ દગ્ગુબાતી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈના વિલે પાર્લેમાં એક ખાસ સેટ પર શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરી રહ્યા છે.

    તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સલમાન ખાનની કો-એક્ટ્રેસ પૂજા હેગડેએ પણ એક ઝલક શેર કરી હતી. તસવીરમાં તેણે સલમાન ખાનનું આઇકોનિક બ્રેસલેટ ફ્લોન્ટ કર્યું હતું.

    સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' સિવાય સલમાન ખાન ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે, જેમાં તેની સાથે કેટરિના કૈફ જોવા મળશે. આ સાથે સલમાન તેલુગુ ફિલ્મ 'ગોડ ફાધર'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે કેમિયો રોલમાં જોવા મળશે. 'ગોડ ફાધર' તેની તેલુગુ ડેબ્યુ ફિલ્મ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kabhi Eid Kabhi Diwali, Pooja hegde, સલમાન ખાન

    આગામી સમાચાર