સલમાન ખાને લૉકડાઉનની એક પોસ્ટ મૂકી અને ગણતરી સેકન્ડમાં જ વાયરલ થઈ

News18 Gujarati
Updated: April 15, 2020, 10:23 PM IST
સલમાન ખાને લૉકડાઉનની એક પોસ્ટ મૂકી અને ગણતરી સેકન્ડમાં જ વાયરલ થઈ
પ્રતિકાત્મક તસવીર

સલમાન ખાને બે વ્યક્તિની તસવીર મૂકી અને દેશમાં પોતાના ચાહકોને ખાસ સંદેશો આપ્યો

  • Share this:
મુંબઈ : કોરોના વાયરસ (coronavirus)ના કારણે દેશમાં 11000થી વધુ લોકો સંક્રમિત થયા છે. દરમિયાન સરકારે લૉકડાઉનમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્યારે લૉકડાઉન દરમિયાન સલમાન ખાને બુધવારે સાંજે કરેલી એક પોસ્ટ વાયરલ થઈ છે.

સલમાન ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી અને ફેસબૂક પર પણ એક તસવીર પોસ્ટ કરી હતી જે ગણતરીની સેકન્ડોમાં જ વાયરલ થઈ ગઈ હતી. સલમાન ખાને આ તસવીર શેર કરી અને ભારતની એકતામાં વિવિધતાનો પરચો આપ્યો છે અને પોતાના ફેન્સને પણ ખાસ સંદેશો આપ્યો છે.

આ પણ વાંચો :  Lockdown2.0 : ખુશખબર! રાજ્ય સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન, કેટલાક ઉદ્યોગનો મળશે છૂટસલમાન ખાને ફેસબૂક પર એક તસવીર મૂકી જેમાં એક બિલ્ડીંગના બે જુદા જુદા માળ પર બાલ્કનીમાં બે વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યા છે. એક વ્યક્તિ પ્રાર્થના કરી રહી હતી અને બીજી વ્યક્તિ દુવા માંગી રહી હતી. સલમાન ખાનની આ પોસ્ટ પર હજારો લોકોએ પ્રતિભાવ આપ્યા હતા. સલમાને આ તસવીરમાં લખ્યું 'સેટિંગ એક્ઝામ્પલ્સ' #IndiaFightsCorona

 

આ પણ વાંચો : રામાયણના આ 'મેઘનાથ'થી એક્ટર રાજેશ ખન્નાને પણ હતી ઇર્ષા?

સલમાને અગાઉ પણ લૉકડાઉનનું પાલન કરાવવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે ઘરોમાં રહો, સુરક્ષિત રહો. તેવામાં સલમાન ખાનની આ પોસ્ટે ખાસ્સી ચર્ચા જગાવી છે.
First published: April 15, 2020, 9:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading