Home /News /entertainment /સલમાન ખાને શેર કર્યું 'નોટબુક'નું પહેલું ગીત

સલમાન ખાને શેર કર્યું 'નોટબુક'નું પહેલું ગીત

સલમાને તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા 'નોટબુક'નું પહેલું ગીત રીલિઝ કર્યું છે

સલમાને તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા 'નોટબુક'નું પહેલું ગીત રીલિઝ કર્યું છે

ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડમાં નવા ચહેરાઓના ગોડફાધર તરીકે જાણીતો સલમાન ખાન આજકાલ 'નોટબુક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેના બેનર હેઠળ ફરી તે બે નવા સ્ટાર્સને લોન્ચ કરી રહ્યો છે. હાલમાં જ તે ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે પણ જોવા મળ્યો હતો. હવે સલમાને તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા 'નોટબુક'નું પહેલું ગીત રીલિઝ કર્યું છે. 'નહીં લગદા' ગીત શેર કરતાં તેણે લખ્યું કે, ગીત સાંભળો અને પ્રેમને મહેસુસ કરો.

આ ફિલ્મ દ્વારા પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી નુતનની પૌત્રી પ્રનૂતન બહલ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી રહી છે. બે નવા કલાકારો સાથેની આ ફિલ્મ કાશમીરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા કાશ્મીરમાં આશાની નવી કિરણ બતાવવામાં આવી છે. આ ફિલ્મ 29 માર્ચે રીલિઝ થશે. ફિલ્મની લીડ એક્ટ્રેસ આને લઇને ખૂબ જ નર્વસ છે. તેનું કહેવું છે કે, આ ફિલ્મ તેની માટે એક મોટી વાત છે. કેમ કે, આના દ્વારા તે એક એતિહાસિક પારિવારીક પરંપરાને પણ આગળ લઇ જઇ રહી છે.

 આ પણ વાંચો: ભારત-પાક તણાવ વચ્ચે પણ છવાઇ 'ટોટલ ધમાલ', જાણો કમાણીના આંકડા

સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરતાં ફિલ્મના અભિનેતા ઝહીર ઇકબાલે કહ્યું કે, ફિલ્મની શૂટિંગ દરમિયાન સલમાન તેને એક્ટિંગ ટિપ્સ આપતો હતો. સાથે સમગ્ર યુનિટનું ધ્યાન રાખતો હતો.
First published: