'દબંગ 3'ની શૂટિંગ શરૂ, સામે આવી ચુલબુલ પાંડેની પહેલી તસવીર

'દબંગ-3'નાં સેટ પરથી આ તસવીર સામે આવી છે. જેમાં સલમાન ખાનનો 'દબંગ' સિગ્નેચર સ્ટાઇલ નજર આવે છે તેની સાથે ડિરેક્ટર પ્રભુ દેવા પણ છે

'દબંગ-3'નાં સેટ પરથી આ તસવીર સામે આવી છે. જેમાં સલમાન ખાનનો 'દબંગ' સિગ્નેચર સ્ટાઇલ નજર આવે છે તેની સાથે ડિરેક્ટર પ્રભુ દેવા પણ છે

 • Share this:
  મુંબઇ: સલમાન ભાઇ તેનાં 'દબંગ' મોડમાં આવી ગયો છે. આ તસવીરમાં તે બ્લુ શર્ટ પહેરેલો અને કોલર પર ચશ્મા લગાયેલા નજર આવે છે. આ તેની 'દબંગ' સિગ્નેચર સ્ટાઇલ છે. તસવીરમાં તેનાં પ્રભુ દેવા પણ નજર આવે છે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ તસવીરને શેર કરતાં સલમાન ખાને લખ્યું, ડે-1. એટલે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે.

  આપને જણાવી દઇએ કે, ફિલ્મનું શૂટિંગ ઇન્દોરનાં મંડલેશ્વર મહેશ્વરમાં થઇ રહ્યું છે. સલમાને એક વીડિયો શેર કરતાં આ વાતની માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું હતું કે, તેનાં દાદાની પોલીસની નોકરી દરમિયાન અહીં જ પોસ્ટિંગ હતી.

  હવે એક તરફ જ્યાં ઇન્દોરમાં સમલાન ભાઇનાં ફેન્સ ફિલ્મની શૂટિંગ માટે એક્સાઇટેડ છે ત્યાં શૂટિંગમાં એક પેચ પણ છે. સોર્સિસ મુજબ શૂટિંગ માટે 1થી 7 એપ્રિલ સુધીની પરવાનગી માંગી હતી. પણ શૂટિંગ માટે તેને બે દિવસ 4 અને 5 એપ્રિલની મંજુરી રદ્દ થઇ ગઇ। એટલે કે હવે 4 અને 5 એપ્રિલનાં રોજ શૂટિંગ નહીં થાય.
  View this post on Instagram

  Day1.... #dabangg3 @arbaazkhanofficial @prabhudheva @nikhildwivedi25


  A post shared by Salman Khan (@beingsalmankhan) on


  5 એપ્રિલનાં ભૂતડી અમાવસ છે. આ દિવસે નિમાડ-માલવા વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ પહોંચશે.આ માટે શ્રદ્ધાળુઓની ભીંડ ચોથી એપ્રિલથી જ વધવા લાગશે. તેમને કોઇ પ્રકારની તકલીફ ન થાય તે માટે શૂટિંગ 2 દિવસ માટે બંધ રહેશે. એસડીએમ આનંદ રાજાવતને ફિલ્મ પ્રોડક્શન કંપનીનાં હ્ષ દવેને નવો ઓર્ડર મોકલ્યો છે.
  Published by:Margi Pandya
  First published: