મુંબઈ : સલમાન ખાન અને અક્ષય કુમાર બોલિવૂડના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરનારા કલાકારો છે. એક બોલિવૂડનો દબંગ, અને બીજો ખેલાડી. બંનેને ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકાર માનવામાં આવે છે અને તેમની મિત્રતા પણ ઘણી ઊંડી છે. બંનેએ 'મુઝસે શાદી કરોગે' અને 'જાન-એ-મન'માં સાથે કામ કર્યું છે. બંને ઘણીવાર અંગત અને જાહેર જીવનમાં એકબીજાને ચીયર અપ કરતા જોવા મળે છે. હવે ફરી એકવાર સલમાને તેમની મિત્રતાની ઝલક રજૂ કરી છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય રડતો જોવા મળી રહ્યો છે.
સલમાન ખાને આ વીડિયો શેર કરીને અક્ષય કુમારને પ્રોત્સાહિત કર્યા છે અને તેમના નામે ખૂબ જ સુંદર અને પ્રેરક સંદેશ મોકલ્યો છે. આ એક થ્રોબેક વિડીયો છે, જેના પર સલમાને ખૂબજ પ્રેમ વરસાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો એક રિયાલિટી શોનો છે જેમાં અક્ષયની બહેન અલ્કા ભાટિયાએ તેને એક ઓડિયો મેસેજ મોકલ્યો હતો, જેને સાંભળીને અક્ષયની આંખોમાં આંસુ આવી જાય છે.
આ વાયરલ વીડિયો એક રિયાલિટી શોનો છે જેમાં અક્ષયની બહેન અલ્કા ભાટિયાએ તેને એક ઓડિયો મેસેજ મોકલ્યો હતો, જે સાંભળીને અક્ષયની આંખોમાં આંસુ આવી જાય છે. વિડિયો શેર કરતાં સલમાન ખાને લખ્યું, “મેં હમણાં જ કંઈક જોયું છે જે મને લાગ્યું કે દરેક સાથે શેર કરવું જોઈએ. ભગવાન તને આશીર્વાદ આપે અક્કી, ખરેખર અદ્ભુત, આ જોઈને આનંદ થયો. ફિટ રહો, કામ કરતા રહો અને ભગવાન તમારી સાથે રહે ભાઈ.
તે જ સમયે, અક્ષય કુમારે સલમાન ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરેલો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ કરીને તેણે સલમાનના મેસેજનો જવાબ આપ્યો. અને લખ્યું હતું કે, ‘સીરિયસલી, તમારો મેસેજ ગમ્યો. ભગવાન તમને પણ આશીર્વાદ આપે. ચમકતા રહો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર