...જ્યારે અરબાઝના કારણે સલમાનના બે દાંત પડી ગયા'તા!

News18 Gujarati
Updated: June 2, 2019, 1:26 PM IST
...જ્યારે અરબાઝના કારણે સલમાનના બે દાંત પડી ગયા'તા!
'ભારત'નાં પ્રમોશન માટે કપિલ શર્માનાં શો પર આવેલાં સલમાન ખાને તેનાં બાળપણનો મજેદાર કિસ્સો શેર કર્યો

'ભારત'નાં પ્રમોશન માટે કપિલ શર્માનાં શો પર આવેલાં સલમાન ખાને તેનાં બાળપણનો મજેદાર કિસ્સો શેર કર્યો

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેનાં ભાઇઓનું બોન્ડિંગ તો જગજાહેર છે. તેઓ એકબીજાથી એ રીતે જોડાયેલા છે કે તેઓ હમેશાં એકબીજાની કહાનીઓનો હિસ્સો હોય છે. હાલમાં જ જ્યારે સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ 'ભારત'નાં પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં આવ્યો હતો ત્યારે કપિલે તેને પુછ્યુ હતું કે શું તારા આગળનાં બે દાંત તુટી ગયા હતાં. તેનાં જવાબમાં સલમાને એક જુનો કિસ્સો વાગોળ્યો હતો. અને કહ્યું હતું કે, આ અરબાઝના કારણે થયુ હતું.

હું અને અરબાઝ મારા માસીનાં ઘરે હતાં ત્યારે લપસણી ખાતા હતાં. એમાં એવું હતું કે, અમે બંનેએ એવું રાખ્યુ હતું કે તે મને નીચે નહીં આવવા દે.. અને હું તેને ઉપર નહીં ચઢવા દવું.. અરબાઝે મને રોકવાનો હતો. આ રમત ઘણાં સમય સુધી ચાલી પછી ખબર નહીં શું થયુ કે અરબાઝે મને ખેચી લીધો અને હું સીધો જમીન પર મોનાં બળે પટકાયો અને મારા આગળનાં બંને દાંત નીચેથી થોડા તુટી ગયા. મે ઘણાં સમય સુધી મારા આગળથી થોડાં તુટેલાં દાંતમાં મોડલિંગ પણ કર્યુ છે.

બીજો એક કિસ્સો શેર કરતાં સલમાને કહ્યું કે, એક રાત્રે હું ભણતો હતો અને અરબાઝે ભણી લીધુ હતું... તે મને પરેશાન કરી રહ્યો હતો. મને એટલો પરેશાન કર્યો કે હું અકળાઇ ગયો અને મે તેની તરફ છુટ્ટી પેન્સિલ ફેંકી.. પેન્સિલ પણ જાણે મે તીર માર્યુ હોય તેમ તેની છાતીમાં ઘુસી ગઇ અને લોહી નીકળવા લાગ્યું હતું.

સલમાન ખાને આમ તો ઘણી વખત તેનાં ભાઇઓ સાથેનાં કિસ્સા શેર કર્યા છે. પણ આ બંને કિસ્સા આ પહેલાં કોઇ નહોતુ જાણતું.
First published: June 2, 2019, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading