Home /News /entertainment /સજા પછી હવે શું કરશે સલમાન, જાણો શું હોય છે જામીનના નિયમ?

સજા પછી હવે શું કરશે સલમાન, જાણો શું હોય છે જામીનના નિયમ?

    જોધપુરના 20 વર્ષ જૂના કાળા હરણના શિકારના કેસમાં કોર્ટનો નિર્ણય આવી ગયો છે. જોધપુર કોર્ટે આ કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા તેમજ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેને શંકાનો લાભ મળ્યો હોવાથી તેઓ છૂટી ગયા છે. સલમાનની જામીન અરજી પર શુક્રવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી થશે.

    ફિલ્મ 'હમ સાથ સાથે હૈ'ના શૂટિંગ દરમિયાન વર્ષ 1998માં સલમાન પર બે કાળા હરણના શિકારનો કેસ દાખલ થયો હતો. 28 માર્ચના રોજ આ અંગે અંતિમ દલીલ થઈ હતી. ત્યાર બાદ મુખ્ય ન્યાયાધીશ દેવ કુમાર ખત્રીએ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

    શું છે જામીન અંગેના નિયમ?

    જો, સલમાન ખાનને ત્રણ વર્ષ કરતા ઓછી સજા મળતી તો જોધપુર કોર્ટના જજ જ તેની જામીન અરજી પણ સુનાવણી કરી શકતા હતા. પરંતુ સલમાનને પાંચ વર્ષની સજા પડી છે. એવામાં તેના વકીલે તાત્કાલિક સેશન કોર્ટ જવાની તૈયારી કરવી પડી હતી. જામીન અરજી સાથે કોર્ટના નિર્ણયની કોપી પણ જોડવાની હોય છે. કોર્ટનો નિર્ણય ટાઇપ કરવામાં સમય લાગી ગયો હતો.

    બે જામીનને બોલાવવામાં આવ્યા

    સલમાનને આજે જ જામીન મળી જાય તે માટેની તેના વકીલે તમામ તૈયારી પહેલાથી જ કરી રાખી હતી. પરંતુ ચુકાદાની કોપી ન મળી શકવાને કારણે જામીન માટે અરજી કરવામાં વાર લાગી હતી. કોર્ટમાં સલમાનની ગેરંટી આપે તે માટે બે લોકોને પણ બોલાવી દેવામાં આવ્યા હતા. જજે હવે જામીન અરજીની સુનાવણી માટે આવતીકાલનો સમય આવ્યો છે. નોંધનીય છે કે કોર્ટે સાંજે પાંચ વાગ્યે બંધ થઈ જાય છે.

    આજની રાત્રે જેલમાં જ રહેશે સલમાન ખાન

    સલમાનના વકીલોએ સેશન કોર્ટમાં બેલ માટેની અરજી કરી છે. પરંતુ જામીન પર સવારે 10:30 વાગ્યે સુનાવણી કરવામાં આવશે. એવામાં સલમાન ખાને આજની રાત જેલમાં જ વિતાવવી પડશે. આ વચ્ચે જોધપુર પોલીસે સલમાન ખાનની કસ્ટડી લઈ લીધી છે. તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ જ જેલમાં બળાત્કારના કેસના આરોપી આસારામ પણ કેદ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jodhpur central jail, જામીન, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन