23 મેએ સલમાન ખાન કરશે પોતાના લગ્નની જાહેરાત?

News18 Gujarati
Updated: May 22, 2019, 9:25 PM IST
23 મેએ સલમાન ખાન કરશે પોતાના લગ્નની જાહેરાત?

  • Share this:
બોલીવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ભારત ટૂંક સમયમાં જ બોક્સ ઓફિસમાં એન્ટ્રી કરશે. ફિલ્મનું ટ્રેઇલ અને ગીત ધૂમ મચાવી રહ્યાં છે. તો બીજી બાજુ સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન સાથે જોડાયેલી એવી વાત કરી જે હાલ ચર્ચામાં છે. તેઓએ કહ્યું છે કે તેઓ 23 મેએ પોતાના લગ્નની જાહેરાત કરી શકે છે.

થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાનને દર વખતની જેમ લગ્ન સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો, જેના જવાબમાં સલમાન ખાને હસતા હસતા કહ્યું કે તેઓ વિચારી રહ્યાં છે કે તેઓને આ વખતે 23 મેએ પોતાના લગ્નની જાહેરાત કરી દેવી જોઇએ. જો કે સલમાન ખાને આ વાત મજાક મજાકમાં કરી છે, કારણ કે 23 મેએ દેશની જનતા લોકસભા ચૂંટણીના પરિણામ જોઇ રહ્યાં હશે.

અહીં ક્લિક કરી વાંચોઃ અપકમિંગ ફિલ્મ 'કબીર સિંહ'નું ગીત વાયરલ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

સલમાન ખાનના લગ્ન અંગે તો કોઇ આઇડિયા નહીં લગાવી શકે કે ક્યારે થશે, પરંતુ તેના પિતા બનવાની વાત અચાનક વાયરલ થવા લાગી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે સલમાન સરોગેસીની મદદથી પિતા બનવાનું વિચારી રહ્યાં છે.
First published: May 22, 2019, 9:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading