Radheની રિલીઝ પર બોલ્યો સલમાન, 'એક વખત જે કમિટમેન્ટ કરુ છું તે પૂર્ણ કરુ છું, ચાહે કલેક્શન રહે ZERO'

beingsalmankhan/Instagram

સલમાન ખાન (Salman Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' (Radhe:Your Most Wanted Bhai) ઇદનાં સમયે રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને ઇદ પર રિલીઝ કરવાનું કમિટમેન્ટ સલમાન ખાને કર્યું હતું. જે કોરોના મહામારીનાં સંકટ વચ્ચે પણ પૂર્ણ કર્યું છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આખા દશમાં કોરોના મહામારીની સેકેન્ડ વેવ (Second Wave of Corona Virus)થી ત્રસ્ત થઇ ગયા છે. તેમ છતા બોલિવૂડ સ્ટાર સલમાન ખાન (Salman Khan) ઇદ પર તેમની ફિલ્મ રિલીઝ કરવાનું કમિટમેન્ટ પૂર્ણ કરી રહ્યાં છે. સંકટ વચ્ચે લોકો ઇદનાં સમયે ઘરે જ 'રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' (Radhe: Your Most Wanted Bhai) ઇદનાં સમયે રિલીઝ કરવામાં આવીછે. ફિલ્મ પ્રભુદેવાનાં ડિરેક્શનમાં બની છે જે ભારતમાં ઝી5 ZEEPlex પર દર્શાવવામાં આવશે. 249 રૂપિયા ચુકવી તમે ઘેર બેઠા આ ફિલ્મ જોઇ શકો છો. ZEEPlexની પે પર વ્યૂ સર્વિસનો લાભ ઉઠાવી ZEE5 પર જોવા મળે છે. આ ઉપરાંત મેન ડીટીએચ ઓપરેટર એટલે કે, ડિશ, ડીટૂએચ, ટાટા સ્કાય અને એરટેલ ડિજિટલ ટીવી પર પણ આ જોઇ શકાય છે. જોકે કોરોના મહામારીનાં સંકટની વચ્ચે લોકો મનોરંજન માટે ફિલ્મ જોવે તેવું મુશ્કેલ છે.

    ફર્સ્ટ પોસ્ટ સાથે વાત કરતાં સલમાન ખાને જણાવ્યું કે, 'ટાઇગર', 'દબંગ', 'બોડીગાર્ડ' અને 'વોન્ટેડ'થી અલગ છે 'રાધે'ની કહાની. અમે પોતાને રિપીટ નહી કરીએ. હું ઇચ્ચુ છુ કે તમે પણ ફિલ્મ જોવો અને મને જણાવો કે તેમાં શું નવું છે. હું તો તે જ સલમાન છુ જેને 'મેને પ્યાર કિયા'થી દર્શકોનો પ્રેમ મળ્યો છે. અને આજે પણ બરકરાર છે. દાદા-દાદી, નાના-નાની, માતા-પિતાથી લઇ બાળકો સૌ કોઇ મને પસંદ કરે છે. હું મારા ફેન્સનો આભારી છું.'




    સલમાન ખાન દર ઇદનાં સમયે તેની એક ફિલ્મ જરૂર રિલીઝ કરે છે. આ વખતે પણ સલમાને તેનો વાયદો પૂર્ણ કર્યો છે. સલમાન ખાનનું કહેવું છે કે, 'જો ઝી અમારો પાર્ટનર ન હોતો તો આ સંભવ ન હોત. OTT પર રિલીઝ કરવા માટે તમામ થિયેટર માલિકોની માફી માંગુ છું. હું પણ આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થાય તેમ ઇચ્છતો હતો.' જો 'રાધે' થિએટરમાં રિલીઝ થઇ હોત તો ક્રાઉડ જરૂર આવત અને થિએટર માલિકોને તેનો ફાયદો અશ્ય થાત. પણ તેમ બની ન શક્યું. હવે ભારતમાં OTT પર અને વિદેશમાં 20-25 થિએટરમાં રિલીઝ થશે. એક વખત સ્થિતિ કંટ્રોલમાં આવી જાય તો અમે ભારતમાં 'રાધે' થિએટર્સમાં રિલીઝ કરીશું. બોક્સ ઓફિસ પર કલેક્શન આશે ઝીરો છે. પણ તેમ છતાં આ ફિલ્મને રિલીઝ કરી રહ્યાં છે. હાલમાં અમે 200ની જગ્યાએ ફ્કત 2 કરોડ રૂપિયા કમાઇ રહ્યાં છીએ પણ ઠીક છે.

    સલમાન કહે છે કે, 'પેનડેમિકની વચ્ચે અમે થિએટર માલિકોનો સપોર્ટ કરવાં ઇચ્છીએ છીએ. પણ તે ફેન્સની શું ભૂલ છે જે ફિલ્મ જોવા ઇચ્છે છે. આવા મુશ્કેલ સમયમાં ઓછા પૈસામાં આપ આખા પરિવારની સાથે ફિલ્મ જોઇ શકોછો. આ ખુશી માટે અમે નુક્સાન ઉઠાવવા તૈયાર છીએ। ઘરે બેઠેલા લોકોને ઓછામાં ઓછું તો એન્ટરટેઇનમેન્ટ મળે. આ ફિલ્મોથી મનોરંજન થાય. તેની સાથે જ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે, આ ફિલ્મનો પ્લોટ ઘણો જ રેલિવન્ટ છે.
    Published by:Margi Pandya
    First published: