Home /News /entertainment /TWEET: 25 વર્ષ પહેલા સલમાન, સેફ અને અક્ષયે કર્યુ હતું 'સંજૂ'નું પ્રમોશન
TWEET: 25 વર્ષ પહેલા સલમાન, સેફ અને અક્ષયે કર્યુ હતું 'સંજૂ'નું પ્રમોશન
આ થ્રોબેક ફોટો સંજય દત્ત 1993માં ટાડા કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતું અને ત્યાર બાદ તેને કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો તે દરમિયાન ઘણાં મોટા બોલિવૂડ સ્ટાર્સ સંજયની સપોર્ટમાં આવ્યા હતાં
આ થ્રોબેક ફોટો સંજય દત્ત 1993માં ટાડા કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતું અને ત્યાર બાદ તેને કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો તે દરમિયાન ઘણાં મોટા બોલિવૂડ સ્ટાર્સ સંજયની સપોર્ટમાં આવ્યા હતાં
મુંબઇ: રિશી કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર તેમનાં દીકરાની ફિલ્મ 'સંજૂ'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. તે ભલે ઓન સેટ તેમની ફિલ્મ 'મુલ્ક'માં વ્યસ્ત હોય પણ સોશિયલ મીડિયા પર તે દીકરાની ફિલ્મને ફૂલ ઓન પ્રમોટ કરી રહ્યાં છે. હાલમાં જ રિશી કપૂરે એક ફોટો શેર કર્યો છે જેમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ 'સંજૂ'નું પ્રમોશન કરતાં નજર આવે છે. જી હાં આપે બરાબર વાંચ્યું છે રિશી કપૂરે શેર કરેલી આ તસવીરમાં સલમાન, સૈફ અને અક્ષય એક પોસ્ટર લઇને ઉભા છે જેનાં પર લખ્યુ છે 'સંજૂ વી આર વિથ યુ' એટલે કે, સંજય દત્ત અમે તારી સાથે છીએ.
આપને જણાવી દઇએ કે 1993, માર્ચ 21નાં રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં, સુપ્રીમ કોર્ટે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સંજય દત્ત સંપૂર્ણ સજા કાપીને જેલમાંથી મુક્ત થઇ ગયો છે.
આ થ્રોબેક ફોટો સંજય દત્ત 1993માં ટાડા કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતું અને ત્યાર બાદ તેને કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો તે દરમિયાન ઘણાં મોટા બોલિવૂડ સ્ટાર્સ સંજયની સપોર્ટમાં આવ્યા હતાં.
આવનારા સમયમાં રિલીઝ થવા જઈ રહી ફિલ્મ ‘મુલ્ક’માં જબરજસ્ત ભૂમિકા નિભાવી રહેલ રિશી કપૂર, હાલ તેમના પુત્ર રણબીર કપૂરની ફિલ્મ સંજુના વ્યસ્ત છે રીશી કપૂરે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં સલમાન, સૈફ અલી ખાન અને અક્ષય કુમાર સંજય દત્તના પોસ્ટરો પકડીને જોવા મળી રહ્યા છે.