જ્યારે સલમાને કપિલના શોમાં કહ્યું, કેટરિના તો મને પણ રિજેક્ટ કરી ચૂકી છે...

News18 Gujarati
Updated: May 28, 2019, 10:13 AM IST
જ્યારે સલમાને કપિલના શોમાં કહ્યું, કેટરિના તો મને પણ રિજેક્ટ કરી ચૂકી છે...
કપિલ શર્માનાં શોમાં કેટરિના કૈફ અને સલમાન ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'ભારત'નાં પ્રમોશન માટે આવ્યા હતાં.

કપિલ શર્માનાં શોમાં કેટરિના કૈફ અને સલમાન ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'ભારત'નાં પ્રમોશન માટે આવ્યા હતાં.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કપિલ શર્માનાં શો પર ઘણી મજાક મસ્તી જોવા મળે છે તે વાત તો સૌ કોઇ જાણે છે. પણ આ વિકેન્ડ સુપર સ્પેશલ રહેવાનું છે કારણ કે શો પર આવવાનાં છે સલમાન ખાન અને કેટરિના કૈફ તેમન અપકમિંગ ફિલ્મ ભારતનાં પ્રમોશન માટે. હવે સલમાન આવે એટલે એવી ઘણી વાતો થાય કે જેનાંથી જોનારાઓને મજા પડી જાય.

શોમાં સલમાને બાઇક પર એન્ટ્રી લીધી અને તે પણ 'સ્લો મોશન' સોન્ગ સાથે. તો કેટરિના પણ ડાન્સ કરતાં કરતાં સ્ટેજ પર આવે છે. જે બાદ શરૂ થાય છે કેટરિના સલમાન અને કપિલની મસ્તી..

આ વચ્ચે કપિલ કેટરિનાને એક ખરાબ સમાચાર આપતા કહે છે કે, કેટરિના હવે હું પરણી ગયો છું.. તો અન્ય એક રેપિડ ફાયરમાં કપિલ શર્મા કેટરિનાને પુછે છે તમને શું લાગે છે સલમાન ક્યારે લગ્ન કરશે... તેનો જવાબ આપતાં કેટરિના કહે
છે તેનો જવાબ બે લોકો જ પાસે છે... એક તો ભગવાન.. અને બીજો સલમાન...આ બાદ અર્ચના એક કિસ્સો વાગોળે છે અને કહે છે કે કેટરિના ખુબજ સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરે છે. અમે જ્યારે દે ધના ધન..નાં શૂટિંગ માટે સિંગાપોરમાં હતા તે સમયે કેટરિનાએ સ્મુધી પણ રિજેક્ટ કરી દીધી હતી.. તેનાં જવાબમાં સલમાન
કહે છે.. તમે સ્મુધીની વાત કરો છે.. તેણે તો મને પણ રિજેક્ટ કરી નાખ્યો છે.

વેલ હવે આ તો કપિલનાં શોનું નાનકડું ટિઝર સામે આવ્યું છે. જ્યારે આ વિકેન્ડમાં આખો શો આવશે ત્યારે કેવી મઝા આવશે તે તો જોવું જ રહ્યું.
First published: May 28, 2019, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading