Home /News /entertainment /

આજે કરોડોનું દાન કરનારા સલમાન ખાન પાસે એક સમયે નહોતા જોડી કપડાં ખરીદવાનાં પૈસા, સુનિલ શેટ્ટીએ કરી હતી મદદ

આજે કરોડોનું દાન કરનારા સલમાન ખાન પાસે એક સમયે નહોતા જોડી કપડાં ખરીદવાનાં પૈસા, સુનિલ શેટ્ટીએ કરી હતી મદદ

સુનિલ શેટ્ટીનાં કર્યા દીલ ખોલીને વખાણ

સલમાન ખાન (Salman Khan)નાં આઇફા એવોર્ડ્સ 2022 (IIFA 2022) નાં ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સલમાન રિતેશ દેશમુખ અને મનીષ પોલ સાથે હોસ્ટની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન, તેણે ભીની આંખો સાથે તે દિવસો યાદ કર્યા જ્યારે તેની પાસે શર્ટ અને જીન્સ બંને એકસાથે ખરીદવા માટે પૈસા ન હતા.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: IIFA એવોર્ડ્સ 2022 (IIFA 2022) પૂર્ણ થઈ ગયો છે. સેલેબ્સ અબુ ધાબીથી પરત ફરી રહ્યાં છે. પરંતુ આ ઘટનાના ઘણા વીડિયો છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવાય છે કે સારો અને ખરાબ સમય કહેવાથી નથી આવતો. તેથી માનવી માટે સુખ અને દુ:ખ બંનેની કિંમત સમજવી જરૂરી છે. બોલિવૂડના 'દબંગ ખાન' એટલે કે સલમાન ખાન આજે પણ લોકોની મદદ માટે હંમેશા તૈયાર છે. પરંતુ, એક સમય એવો હતો જ્યારે તેની પાસે શર્ટ અને જીન્સ બંને ખરીદવા માટે પૈસા ન હતા. આઈફા એવોર્ડ 2022 દરમિયાન તેણે પોતે ભીની આંખો સાથે તેને આ ખુલાસો કર્યો હતો.

    આઈફા એવોર્ડ 2022 (IIFA 2022) દરમિયાન સલમાન ખાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સલમાન રિતેશ દેશમુખ અને મનીષ પોલ સાથે હોસ્ટની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન, તેણે ભીની આંખો સાથે તે દિવસો યાદ કર્યા જ્યારે તેની પાસે શર્ટ અને જીન્સ બંને એકસાથે ખરીદવા માટે પૈસા ન હતા.

    આ પણ વાંચો-Sonalika Joshi B’day: TMKOC ની માધવી ભિડે એટલે કે સોનાલિકા કરે છે કરોડોનો વેપાર, મોંઘી ગાડીઓની છે શોખીન

    શર્ટ અને જીન્સ સાથે ખરીદવાનાં નહતા પૈસા
    પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતા સલમાન ખાને કહ્યું, 'એક સમય હતો જ્યારે મારી પાસે એટલા પૈસા નહોતા. મારી પાસે માત્ર શર્ટ કે જીન્સ ખરીદવા પૂરતા પૈસા હતા. ત્યારબાદ 'અન્ના' એટલે કે અભિનેતા સુનીલ શેટ્ટીની એક દુકાન હતી, જેનું નામ મિસ્ચીફ હતું. હું ત્યાં ગયો. મારી નજર સ્ટોન વોશ જીન્સ, શર્ટ, શૂઝ અને પર્સ પર પડી. હું જાણતો હતો કે મારી પાસે આટલા પૈસા ન હોવાથી હું તે બધા એક સાથે ખરીદી શકતો નથી. મને જોઈને સુનીલ શેટ્ટી આ વાત સમજી ગયા. જ્યારે મેં જીન્સ ખરીદ્યું, ત્યારે તેણે મને એક શર્ટ ભેટમાં આપ્યો.




    જૂનિયર શેટ્ટીએ ભાઇજાનને ગળે લગાવ્યો
    આ ઘટના અંગે વાત કરતાં સલમાન ખાન ઇમોશનલ થઇ ગયો હતો ત્યારે સુનીલ શેટ્ટીનાં દીકરા અહાને ઉઠીને તેને ગળે લગાવ્યો હતો. સલમાન ખાને વધુમાં કહ્યું કે, સુનીલે જોયું કે મારી નજર એક વોલેટ પર પણ હતી પણ હું તેને ખરીદી નહોતો રહ્યો. જે બાદ સુનીલ મને તેનાં ઘરે લઇ અને તેણે ત્યાં મને તે જ વોલેટ ગિફ્ટ કર્યું જે મને ખુબજ પસંદ આવ્યું હતું.




    બોની કપૂરે સવારી હતી સલમાન ખાનની ડૂબતી નૈયા-
    સલમાન ખાને ભીની આંખે પ્રોડ્યૂસર બોની કપૂરને પણ ગળે લગાવ્યો. અને કહ્યું કે, બોની કપૂરને આખી જીંદગી મારી મદદ કરી છે. જ્યારે મારા કરિઅર ડામાડોળ હતું કે, મને ફિલ્મ 'વોન્ટેડ' આપી. જે બાદ મારી વાપસી થઇ. આ દરમિયાન મજાકિયા અંદાજમાં સમલાન કહ્યું કે, જે બાદ બોનીજીએ મને 'નો એન્ટ્રી' આપી. જેને કરાણે અનિલ કપૂર વાપસી કરી શકે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bonny Kapoor, IIFA 2022, Suniel shetty, સલમાન ખાન

    આગામી સમાચાર