મુંબઇ: સલમાન ખાનનાં લગ્ન અંગે લાખો વખત સવાલ થઇ ગયો છે. તેનાં ચાહનારા હોય કે તેને ટ્રોલ કરનારા હોય દરેક સલમાનનાં લગ્ન અંગે એક વખત તો વિચારી જ ચુક્યા છે કે હવે આ ભાઇજાન ક્યારે લગ્ન કરશે. પણ હવે સલમાનનાં લગ્નને લઇને એક ખાસ ખુલાસો થયો છે. સલમાન ખાને કપિલ શર્માનાં શોમાં આ ખુલાસો કર્યો છે. આખરે કોણ છે કે જેને કારણે સલમાન ખાનનો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કે પછી એમ કહો કે કેમ તેને લગ્નથી ડર લાગવા લાગ્યો છે.
સલમાને કપિલ સાથે વાત કરતાં ખુલાસો કર્યો કે, બાબા એટલે કે સંજય દત્તની હાલત જોઇને તેનો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. સલમાન ખાને આ વીડિયોમાં જણાવ્યું છે કે, 'સંજૂ બાબા એક વખત મને લગ્નનાં ફાયદા જણાવતો હતો અને મને લગ્ન કરવાં માટે સમજાવતો હતો. તે મને કહેતો હતો ત્યારે વારંવાર તેનાં ફોનની રિંગ વાગી. તે કહેતો હતો કે તુ શૂટિંગમાંથી થાકેલો આવીશ કે તારી પત્ની ઘરે તારો ખ્યાલ રાખશે, માથુ દબાવશે. લગ્ન એક શ્રેષ્ઠ કામ છે. પણ વાતોની વચ્ચે સતત તેનાં ફોનની રિંગ વાગતી હતી. આખરે તેણે વચ્ચે વાત કરીને તે ફોન ઉઠાવ્યો અને બબડતો ચાલ્યો ગયો.' આ કહીને સલમાન જોરથી હસવાં લાગે છે.
વેલ આપને જણાવી દઇએ કે, સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. તેની પહેલી પત્ની રિચા શર્મા છે. જેની દીકરી ત્રિશલા છે. તેનાં લગ્ન 1987માં થયા હતાં રિચાનું નિધન 1996માં કેન્સરનાં કારણે થયુ હતું. તેની બીજી પત્ની રેહા પિલ્લાઇ છે જેણે સંજય સાથેથી છુટાછેડા લઇ લીધા હતાં. રેહા સાથે તેનાં લગ્ન 1998માં થયા હતાં અને આ લગ્ન 2008 સુધી ટક્યા હતાં. બાદમાં રેહાએ બાદમાં ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યા હતાં. તેનાં લિએન્ડર સાથે પણ છુટાછેડા થઇ ગયા હતાં. અને વર્ષ 2008માં જ સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર