Runway 34 Teaser : અજય દેવગનને મળ્યો સલમાન ખાનનો ટેકો, રનવે 34 નું ટીઝર રિલીઝ કરી ઈદી આપવા કરી વિનંતી
Runway 34 Teaser : અજય દેવગનને મળ્યો સલમાન ખાનનો ટેકો, રનવે 34 નું ટીઝર રિલીઝ કરી ઈદી આપવા કરી વિનંતી
અજય દેવગનની ફિલ્મ રન વે 34નું ટિઝર સલમાન ખાને જાહેર કર્યું
Runway 34 Teaser : દબંગ ખાને અજય (Ajay Devgn) ની આગામી ફિલ્મ 'રનવે 34'નું ટીઝર (Runway 34) રિલીઝ કરીને કરી છે. આ વર્ષે ઈદના અવસર (Runway 34 Release Date) પર અજય દર્શકોને પોતાની ફિલ્મની ભેટ આપી રહ્યો છે.
Runway 34 Teaser : સલમાન ખાને (Salman Khan) અજય દેવગન (Ajay Devgn) ની આગામી ફિલ્મ 'રનવે 34' (Runway 34) નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં અજયની સાથે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), રકુલ પ્રીત સિંહ (rakul preet singh), બોમન ઈરાની (boman irani) અને કેરી મિનાતી (keri manati) છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ઈદના અવસર પર રિલીઝ (Runway 34 Release Date) થશે. આ વખતે ઈદના અવસર પર સલમાનની કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી દબંગ ખાને અજયને ટેકો આપવાનો નિર્ણય કરીને સાથે મળીને ઈદ ઉજવવાનું નક્કી કર્યું છે.
અજય દેવગનને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે. આ વાતની જાહેરાત ખુદ દબંગ ખાને અજયની આગામી ફિલ્મ 'રનવે 34'નું ટીઝર રિલીઝ કરીને કરી છે. આ વર્ષે ઈદના અવસર પર અજય દર્શકોને પોતાની ફિલ્મની ભેટ આપી રહ્યો છે. ફિલ્મના રિલીઝ ટીઝરમાં અજય દેવગન વિમાનની અંદર મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલો જોવા મળે છે. તેની સાથે કો-પાઈલટ રકુલપ્રીત સિંહ જોવા મળી રહી છે. વિવિધ અવાજો આવી રહ્યા છે અને અજય કહે છે કે, 'અમને કોઈ માહિતી મળી નથી'. ટીઝરમાં અમિતાભ બચ્ચનનો અવાજ આવે છે કે, 'ગુરુત્વાકર્ષણનો નિયમ, વસ્તુ જેટલી ઝડપથી ઉપર જાય છે, તેટલી ઝડપથી નીચે આવે છે'.
સલમાનની ઈદ પર કોઈ ફિલ્મ નહીં આવે
સલમાને ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું અને લખ્યું, 'મારી પાસે કોઈ ફિલ્મ તૈયાર નથી, તેથી મેં મારા ભાઈ અજય દેવગનને વિનંતી કરી છે કે, જો તે ઈદ પર ઈદી આપવા આવી શકે. ચાલો આપણે બધા આ ઈદની ઉજવણી કરીએ અને 'રનવે 34' જોઈએ. આ ફિલ્મ 29 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
સલમાન ખાને પોતાના ચાહકોને ઈદ પર આ ફિલ્મ જોવાની અપીલ કરી છે, જ્યારે અજય દેવગણે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર 'રનવે 34'નું ટીઝર શેર કર્યું છે અને લખ્યું છે કે, 'જમીનથી 35 હજાર ફૂટની ઊંચાઈએ છુપાયેલું સત્ય'.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર