Home /News /entertainment /Bigg Boss-12નો પ્રોમો જાહેર, સલમાને જણાવ્યું તેનું ફેવરેઇટ 'પાવર કપલ'

Bigg Boss-12નો પ્રોમો જાહેર, સલમાને જણાવ્યું તેનું ફેવરેઇટ 'પાવર કપલ'

બિગ બોસની આ સીઝન 12 સપ્ટેમ્બરનાં રોજ ઓન એર થઇ જશે. કન્ટેસ્ટંટ લિસ્ટને હમેશાંની જેમ આ વખતે પણ સીક્રેટ રાખવામાં આવી છે

બિગ બોસની આ સીઝન 12 સપ્ટેમ્બરનાં રોજ ઓન એર થઇ જશે. કન્ટેસ્ટંટ લિસ્ટને હમેશાંની જેમ આ વખતે પણ સીક્રેટ રાખવામાં આવી છે

મુંબઇ: સલમાન ખાને બિગ બોસ-12નું ટ્રેલર શૂટ કરી લીધુ છે. અને આ દરમિયાન તેમે કેટલાંક રેપિડ ફાયર સવાલનાં જવાબ આપ્યા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યાં છે. જેમાં સલમાન ખાન કહે છે કે તેનાં મતે કઇ જોડી પાવર કપલ છે.

સલમાનનાં આ સવાલનાં જવાબમાં તે તેનાં બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનનું નામ લે છે. એક્ટરને જ્યારે સૌથી ફની જોડીનું નામ પુછવામાં આવે છે તો તે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરનું નામ લે છે. સલમાને વીડિયોમાં જય-વીરુની જોડીને બેસ્ટ બોલિવૂડ જોડી કહી છે.

બેસ્ટ બિગ બોસ જોડી અંગે સવાલ કરવામાં આવતા સલમાને તેની અને સંજય દત્તની જોડીને બેસ્ટ ગણાવી હતી. તેઓએ બિગ બોસ સિઝન-5માં સાથે કામ કર્યુ હતું. હવે બિગ બોસ 12માં જોડીયો ડબલ ધમાલ મચાવશે. શોમાં પહેલાની જેમ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ કે પતિ-પત્ની જેવી જોડી નહીં પણ સાસ-બહૂ, લંબુ-છોટુ, જોડકા ભાઇ બહેન એવી જોડીઓ ચાહકોનું મનોરંજન કરશે.



બિગ બોસની આ સીઝન 12 સપ્ટેમ્બરનાં રોજ ઓન એર થઇ જશે. કન્ટેસ્ટંટ લિસ્ટને હમેશાંની જેમ આ વખતે પણ સીક્રેટ રાખવામાં આવી છે. સેલેબ્સ જોડીઓ અંગે ઘણાં ટીવી કપલ્સનાં નામ ચર્ચામાં છે. જેમાં કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ, શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કડ, મિલિંદ સોમન અને અંકિતા કોંવર, એડલ્ટ સ્ટાર ડેની ડી અને તેની મિત્ર મહિકા શર્માનું નામ પણ ચર્ચામાં છે.
First published:

Tags: Bigg Boss 12, Release, સલમાન ખાન