પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની હત્યા બાદ સલમાન ખાન (Salman Khan) ને પણ ધમકી ભર્યો પત્ર (threatening letter) મળ્યો છે. સલમાન ખાનના પિતા સલિમ ખાન (Salim Khan) મોર્નિંગ વોક પર ગયા ત્યારે તેમને ધમકી ભર્યો પત્ર મળ્યો
મુંબઈ : બોલિવુડ જગતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવુડ (Bollywood) એક્ટર અને દબંગ ખાન સલમાન ખાન (Salman Khan) ને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો ખત મળ્યો છે. મોર્નિંગ વોક વખતે પિતા સલિમ ખાન (Salim Khan) ને આ ખત મળ્યો છે. આ સમાચાર સામે આવતા જ ખાન પરિવારે પોલીસ સ્ટેશનમાં મામલે નોંધાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની હત્યા બાદ સલમાન ખાનને પણ ધમકી ભર્યો પત્ર મળ્યો છે. સલમાન ખાનના પિતા મોર્નિંગ વોક પર ગયા ત્યારે તેમને ધમકી ભર્યો પત્ર મળ્યો, જેમાં લખવામાં આવ્યું છે કે, સિધૂ મુસેવાલાની જેમ સલમાન ખાનની પણ હાલત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પંજાબના ગાયક-રાજકારણી સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાના થોડા દિવસો બાદ મુંબઈ પોલીસે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા (Salman Khan security) વધારી દીધી છે. મુસેવાલા હત્યા કેસમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi)નું નામ સામે આવવાથી સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરાયો છે
સિદ્ધુ મુસેવાલા હત્યાના કેસમાં પોલીસે પ્રથમ ધરપકડ કરી છે. પંજાબ પોલીસ (Punjab Police)એ ઉત્તરાખંડથી અટકાયતમાં લેવાયેલા મનપ્રીત સિંહ (Manpreet Singh) નામના શખ્સની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
બોલિવૂડના ભાઈની સુરક્ષામાં વધારો
આ ગેંગે ઘણા વર્ષો પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પંજાબ જેવી ઘટના બને તેવું મુંબઈ પોલીસ નથી ઇચ્છતી, એટલે પોલીસે ભાઈની સુરક્ષા વધારી દીધી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સલમાન ખાન બિશ્નોઇ ગેંગની ગતિવિધિથી સુરક્ષિત રહે તે માટે મુંબઇ પોલીસે તેની સંપૂર્ણ સુરક્ષા વધારી દીધી છે. મુંબઈ પોલીસ સલમાનના એપાર્ટમેન્ટની આસપાસ હાજર રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર