Home /News /entertainment /

TKSS: કપિલ શર્માએ સલમાન ખાનને પૂછ્યો પર્સનલ પ્રશ્ન, અભિનેતાએ કહ્યું- 'કારણ કે હવે હું...' - Video

TKSS: કપિલ શર્માએ સલમાન ખાનને પૂછ્યો પર્સનલ પ્રશ્ન, અભિનેતાએ કહ્યું- 'કારણ કે હવે હું...' - Video

ધ કપિલ શર્મા શોમાં સલમાન ખાન

કપિલે એવો સવાલ પૂછ્યો કે, સલમાન (Salman Khan) પણ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ફની અંદાજમાં જવાબ આપીને ખૂબ હસી પડ્યો. ચેનલે શોનો એક ફની પ્રોમો શેર કર્યો છે.

    મનોરંજનથી ભરપૂર કપિલ શર્મા શો (The Kapil Sharma Show) દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. આ શોમાં મોટાભાગે બોલિવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે પહોંચે છે. અક્ષય કુમાર (Akshay Kumar), અજય દેવગન, સૈફ અલી ખાન (Saif Ali Khan), રાની મુખર્જી જેવા ઘણા સુપરસ્ટાર્સ આ શોમાં પોતાની ફિલ્મોનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કપિલ શોમાં આવેલા સ્ટાર્સ સાથે મસ્તી કરતો જોવા મળે છે અને દર્શકોને સવાલ પૂછીને હસાવતો જોવા મળે છે. આ એપિસોડમાં જ્યારે સલમાન ખાન તેની ફિલ્મ 'એન્ટીમ' (Antim) ના પ્રમોશન માટે તેની આખી ટીમ સાથે પહોંચ્યો ત્યારે કપિલે એવો સવાલ પૂછ્યો કે, સલમાન (Salman Khan) પણ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ફની અંદાજમાં જવાબ આપીને ખૂબ હસી પડ્યો. ચેનલે શોનો એક ફની પ્રોમો શેર કર્યો છે.

    'ધ કપિલ શર્મા શો'ના આગામી એપિસોડમાં સલમાન ખાન અને આયુષ શર્મા ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે. શોના રિલીઝ થયેલા પ્રોમોમાં સલમાન ખાન સેટ પર સાઇકલ ચલાવીને આવતો જોવા મળે છે. રમુજી પ્રશ્નો પૂછવા માટે પ્રખ્યાત કોમેડિયન કપિલ સલમાનને પૂછે છે કે 'સર, તમે એક બેડરૂમના ઘરમાં રહો છો, પરંતુ વાસ્તવિક જીવનમાં તમે તમારા પર ખર્ચ કરતા નથી'. આ સવાલના જવાબમાં દબંગ ખાન કહે છે, 'સર, તમે ખર્ચ એવી વસ્તુઓ પર કરો છો, જે વસ્તુ તમે કરો છો અને હું હવે કઈં વધારે નથી કરતો'. સલમાનની આ વાત પર બધા હસતા જોવા મળે છે. આ સિવાય કપિલ શર્મા કહેતો જોવા મળે છે કે, મને લાગ્યું કે સલમાન ભાઈએ 'એન્ટીમ' નામ આપ્યું છે. મતલબ કે આ છેલ્લું છે, હવે તમે-તમારૂ જોઈલો.




    કપિલ શર્મા ઉપરાંત, સહાયક અભિનેતા કિકુ શારદા સની દેઓલ તો કૃષ્ણા અભિષેક ધર્મેન્દ્રનો રોલ ભજવીને સલમાન ખાન અને આયુષ શર્માની સાથે સાથે દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. તેમની સાથે ફિલ્મ 'એન્ટીમ'ની લીડ એક્ટ્રેસ મહિમા મકવાણા અને ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર પણ પહોંચ્યા છે. સલમાન ખાન પણ અર્ચના પુરણ સિંહ સાથે ડાન્સ કરતો જોવા મળશે.

    આ પણ વાંચોતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા - કયા કલાકાર પાસે કઈં કાર છે

    સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ 'એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ' 26 નવેમ્બરે રિલીઝ થવાની છે. સલમાન પહેલીવાર શીખ પોલીસની ભૂમિકામાં જોવા મળશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Actor salman khan, Bollywood Latest News, Kapil Sharma, Kapil sharma show, Salman Khan Movie, The kapil sharma show

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन