આજકાલ સલમાન ખાન કાશ્મીરની વાદિઓમાં પોતાની આવનારી ફિલ્મ રેસ3 નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ રેમો ડીસૂઝાના નિર્દેશનમાં બની રહી છે. સલમાન ખાને શૂટિંગમાંથી થોડા સમય નીકાળીને તેને જમ્મુ કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરવા માટે પહોંચી ગયા હતા. આ દરમિયાન સલમાનનો બોડીગાર્ડ શેરા અને ફિલ્મ પ્રોડ્યૂસર રમેશ તૌરાની પણ હાજર હતા.
સલમાને કરી મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત
સલમાને ખાને પોતાની અપકમિંગ ફિલ્મ રેસ 3ના એક સોંગનું શૂટિંગ કશ્મીરમાં કરી રહ્યો છે. ત્યારે શૂટિંગમાંથી થોડો સમય નિકાળીને સલમાન ખાન સીએમ મહબુબા મુફ્તીને મળવા માટે તેના ઘરે પહોચ્યો હતો. તેના પર ઘર અંદાજીત 1 કલાક સુધી વાતચીત ચાલી હતી. જે બાદ તે સોનમર્ગ રવાનો થયો હતો. ફિલ્મના પ્રોડ્યુસર રમેશ તૌરાની અને સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા પણ તે સમયે હાજર હતો. રમેશ તૌરાનીએ એક તસ્વીર પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે. અને લખ્યું છે કે 'અમે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને દિલથી આભાર માનીએ છીએ. કે જેને અમારૂ અહીં સ્વાગત કર્યું, અમે અહીં ફિલ્મ રેસ 3નો અંતિમ ભાગ શૂટ કરી રહ્યાં છીએ.'
એક સૂત્ર અનુસાર ફિલ્મના છેલ્લા ભાગનું શૂટિંગ માટે લદાખ જતા પહેલા એક રિસોર્ટમાં સોંગના કેટલાક ભાગને ફિલ્માવવામાં આવ્યું હતું. જેના માટે જમ્મૂ કાશ્મીર પોલીસ અને પર્યટન વિભાગે તેના દરેક સ્થળ પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધી હતો.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર