Radhe અંગે સલમાન ખાનની મોટી જાહેરાત, ઇદ પર આખી દુનિયામાં ઘણાં પ્લેટફર્મ પર રિલીઝ થશે ફિલ્મ

Radhe અંગે સલમાન ખાનની મોટી જાહેરાત, ઇદ પર આખી દુનિયામાં ઘણાં પ્લેટફર્મ પર રિલીઝ થશે ફિલ્મ
રાધે થશે થિએટર અને ઝી 5 બંને પર રિલીઝ

સલમાન ખાન (Salman Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે: યોર મેસ્ટ વોન્ટેડ ભાઇ' (Radhe:Your Most Wanted Bhai) અંગે તેનાં ફેન આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ઇદ રિલીઝની પરંપરાને ધ્યાનમાં રાખતાં સમાન ખાન ફિલ્મ્સ અને ઝી સ્ટૂડિયોને 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' માટે મેગા રિલીઝની યોજના બનાવી છે. પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ હવે 13 મેનાં 2021નાં આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મલ્ટીફોર્મેટ અને આંતરાષ્ટ્રીય સ્તર પર એક મોટી રિલીઝ થશે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં સતત વધતા રહેલાં કોરોનાનાં કેસને કારણે ફિલ્મ સીમિત થિએટ્રિકલ રિલીઝ થશે. જેનાંથી સલમાન ખાનનાં ઘણાં પ્રશંસકોને નિરાશા થઇ શકે છે. આ તથ્યને ધ્યાનમાં લઇ ઝી સ્ટૂડિયોએ ફિલ્મની રિલીઝ માટે એક સાથે એક ઉત્તમ રણનીતિ તૈયાર કરી છે. રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ હવે દુનિયા ભરનાં સિનેમાઘરમાં રિલીઝ થશે.

    જ્યાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલાં કોવિડ પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરવામાં આવશે. અને ઝી 5 પર ઝીની 'પે પર વ્યૂ' સર્વિસ Zeeplexની સાથે, જે ભારતનાં મુખ્ય ઓટીટી પ્લેટફોર્મ ઝી5 સંબંધિત છે. અને તમામ મુખ્ય DTH ઓપરેટર એઠલે કે ડિશ, ડી2એચ, ટાટા સ્કાય અને એરટેલ ડિડિટલ પર જોવા મળશે. જેને દર્શકો તેમનાં આરામ અને સુવિધા પ્રમાણે જોઇ શકશે.



    સલમાન ખાન ફિલ્મનાં પ્રવક્તા કહે છે, 'આ જરૂરી છે કે, આપણે તમામ એક સાથે આવીએ અને મહામારીની સ્થિતિ દરમિયાન ઉદ્યોગનાં રૂપમાં સિનેમા માટે સમાધાન અંગે વિચારીએ. આપમે સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને પ્રોટોકોલ અનુસાર, જેટલાં સિનેમાઘરમાં ફિલ્મ રિલીઝ કરી શકીએ છીએ. તે થિએટર માલિકોનું સમર્થન કરીશું. પણ દિશા નિર્દેશો અને સુરક્ષા ઉપાય જોતા અમે આ સુનિશ્ચિત કરવાનો ઉપાયને પણ તૈયાર કરવા પડશે જેથી અમારી ફિલ્મ વધુમાં વધુ દર્શકો સુધી પહોંચે. આપણે આ કઠિન સમય દરમિયાન દર્શકોને તેમનાં ઘરે જ સુરક્ષાથી મનોરંજન આપવાનાં વિકલ્પથી વંચિત નથી કરવાં માંગતા'

    ઝી 5 ઇન્ડિયાનાં મુખ્ય વ્યવસાય અધિકારી મનીષ કાલરાએ કહ્યું કે, 'અમે લાખો મનોરંજન પસંદ કરનારા ભારતનાં મલ્ટી લેગ્વેજ ઓનલાઇન OTT પ્લેટફર્મ ઝી 5 પર રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ લાવવા માટે રોમાંચિત છીએ ઝી 5નાં માધ્યમથી આ દેશમાં હાજર દરેક સ્ક્રીન પર પહોંચવામાં યોગ્ય રહેશે. અમે સલમાન ખાનની સાથે ટીમ કરવાં અને રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇે આ વર્ષે સમામ બ્લોક બસ્ટર બનાવવા માટે ખુબજ ઉત્સાહિત છીએ.

    રાધે થશે થિએટર અને ઝી 5 બંને પર રિલીઝ


    આ ફિલ્મમાં આમિર ખાનની સાથે દિશા પાટની, રણદીપ હુડ્ડા, જેકી શ્રોફ લિડ રોલમાં છે. આ ફિલ્મ સલમા ખાન, સોહેલ ખાન અને રીલ લાઇફ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટે દ્વારા નિર્મિત, ફિલ્મ આ વર્ષે ઇદનાં દિવસે 13 મેનાં રિલીઝ થશે.
    Published by:Margi Pandya
    First published:April 21, 2021, 16:03 pm

    ટૉપ ન્યૂઝ