સલમાન ખાનની રાધેને IMDBએ આપ્યું ખરાબ રેટિંગ, પરંતુ OTT પર ફિલ્મ મચાવી રહી છે ધમાલ

સલમાન ખાનની રાધેને IMDBએ આપ્યું ખરાબ રેટિંગ, પરંતુ OTT પર ફિલ્મ મચાવી રહી છે ધમાલ
રાધે OTT પર છવાઇ

સલમાન ખાનની ફિલ્મ રાધે રિલીઝ થયા બાદ ઓટીટી પ્લેટફોર્મ ઝી5નું સર્વર ક્રેશ થયું હતું. આ ફિલ્મને ફક્ત ઝી5 પર 42 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાન અને દિશા પટણી સ્ટારર ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' દર્શકોના દિલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ નીવડી છે. કોરોના કાળમાં લોકોની સરળતા અને મનોરંજન પૂરું પડે તે માટે ફિલ્મને OTT પર રિલીઝ કરાઈ હતી. ફિલ્મને લઈને દર્શકો ઘણા ઉત્સાહમાં હતા, પરંતુ IMDB પર સલમાન ખાનની ફિલ્મને ખૂબ જ ખરાબ રેટિંગ્સ મળ્યા છે. બીજી બાજુ, ભાઈજાનના ચાહકોએ OTT પર ઇતિહાસ રચ્યો છે અને 'રાધે'ને સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બનાવી છે.

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ એટલે કે IMDB દ્વારા સલમાન ખાનની ફિલ્મને ખૂબ જ ખરાબ રેટિંગ આપ્યું છે. આ ફિલ્મને 2.5 રેટિંગ મળ્યું છે. રાધે OTT અને થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે, પરંતુ ઝી5 પર રિલીઝ થયેલઈ આ ફિલ્મને ચાહકોએ મોટેભાગે ઓટીટી પર જ જોઈ છે. આ જ કારણ છે કે ફિલ્મે રેકોર્ડ બનાવ્યો, પરંતુ IMDBએ આ ફિલ્મને બેકાર ગણાવી છે.સલમાન ખાનની ફિલ્મ સાથે આ પહેલીવાર નથી થયું, જ્યારે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હોય અને IMDB પર રેટિંગ્સ ઓછા મળ્યા હોય. આ પહેલા પણ તેમની ઘણી ફિલ્મોએ બમ્પર કમાણી કરી છે, પરંતુ આઇએમડીબી પર ફ્લોપ સાબિત થઈ છે. જેમાં 'ટાઇગર ઝિંદા હૈ', રેસ 3, દબંગ 3નો સમાવેશ થાય છે.સલમાન ખાનની ફિલ્મ રાધે રિલીઝ થયા બાદ ઓટીટી પ્લેટફોર્મ ઝી5નું સર્વર ક્રેશ થયું હતું. આ ફિલ્મને ફક્ત ઝી5 પર 42 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે, અન્ય પ્લેટફોર્મ્સમાંથી ડેટા જાહેર થવાના બાકી છે. ફિલ્મની રિલીઝના પહેલા દિવસે રાત્રે 9 વાગ્યે એપ્લિકેશન પરનો ટ્રાફિક લોન્ચ થયાના સમય કરતા વધારે હતો.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની રાધેને દુબઈ અને યુએઈમાં સારી ઓપનિંગ મળી છે. એટલું જ નહીં, ત્યાંના થિયેટરોમાં પણ ફિલ્મે ભારે કમાણી કરી છે. અહીં માત્ર 50 ટકા બેઠકો સાથે થિયેટરોમાં ફિલ્મ જોવાની મંજૂરી છે. તેમાં પણ ફિલ્મે પહેલા દિવસે 2 કરોડ 77 લાખ રૂપિયાની કમાણી કરી છે.
Published by:News18 Gujarati
First published:May 15, 2021, 17:24 IST

ટૉપ ન્યૂઝ