શું સલમાન ખાન સરોગેસીથી પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે?

News18 Gujarati
Updated: May 10, 2019, 9:31 AM IST
શું સલમાન ખાન સરોગેસીથી પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે?
સલમાન ખાન સરોગેસીથી પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે?

સલમાન ખાન આવું ખરેખર વિચારી રહ્યો હોય તો આ સમાચાર તેના ફેન્સ માટે કોઇ ખુશખબરીથી ઓછા નથી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડનો ભાઇજાન સલમાન ખાન ક્યારે લગ્ન કરશે? તે અંગે કોઇ કયાસ લગાડી શકે તેમ નથી. પરંતુ આ દરમિયાન તેના પિતા બનવાના સમાચાર અચાનક જ વાયરલ થઇ રહ્યાં છે. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલનું માનીએ તો સૂત્રો અનુસાર એ સમાચાર સામે આવી રહ્યાં છે કે, સલમાન સરોગેસી દ્વારા પિતા બનવાનું વિચારી રહ્યો છે. જો સલમાન ખાન આવું ખરેખર વિચારી રહ્યો હોય તો આ સમાચાર તેના ફેન્સ માટે કોઇ ખુશખબરીથી ઓછા નથી. કેમ કે, સલમાનના ફેન્સ તેના લગ્ન અને બાળકોની રાહ જોઇ રહ્યાં છે.

હવે હમણાં તે લગ્ન માટે તો તૈયાર નથી. આવામાં તેની લાઇફમાં બાળકોની એન્ટ્રી થાય તો તે એક મોટી ખુશખબરી હશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કરણ જોહર, તુષાર કપૂર, આમિર ખાન, શાહરૂખ ખાન, એકતા કપૂર, સની લિયોન સરોગેસી દ્વારા માતા-પિતા બની ચૂક્યાં છે.

આમ પણ સલમાન ખાન બાળકોને બહુ જ પ્રેમ કરે છે. ઘણા પ્રસંગોએ તે બાળકો સાથે મસ્તી કરતો જોવા મળ્યો છે. પછી તે ફાર્મ હાઉસ પર આહિલ સાથે રમવું હોય કે 'ટ્યુબલાઇટ'ના પ્રમોશન દરમિયાન કોસ્ટાર સાથે મસ્તી હોય. સલમાનને બાળકોની આસપાસ રહેવાનું પસંદ પડે છે.

આ પણ વાંચો: શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર લઇને આવી રહી છે હોરર ફિલ્મ 'રુહ અફઝા'

જોકે, સલમાન એક વખત મજાકમાં કહી ચૂક્યો છે કે, હું સારો પુત્ર છું અને સારો પિતા બની શકું છું. પરંતુ કદાચ હું સારો પતિ નહીં બની શકું. સલમાનના ફેન્સને વિશ્વાસ છે કે, તે સારો પિતા બનશે. કેમ કે, તે બાળકોને સારી રીતે સમજે છે.
First published: May 10, 2019, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading