સલમાને શરૂ કર્યુ '10 કા દમ'નું શૂટિંગ, ફી સાંભળીને ઉડી જશે હોશ

News18 Gujarati
Updated: April 22, 2018, 1:32 PM IST
સલમાને શરૂ કર્યુ '10 કા દમ'નું શૂટિંગ, ફી સાંભળીને ઉડી જશે હોશ
સલમાન ખાને આ શોમાં કામ કરવા માટે તગડી રકમ વસુલી છે, શો IPL પૂર્ણ થયા બાદ ઓનએર થશે.

સલમાન ખાને આ શોમાં કામ કરવા માટે તગડી રકમ વસુલી છે, શો IPL પૂર્ણ થયા બાદ ઓનએર થશે.

  • Share this:
મુંબઇ: એક દાયકા પહેલાં આવેલાં શો '10 કા દમ'ની સિઝન થ્રી શરૂ થઇ રહી છે. આ શો બીજી વખત શરૂ થવા જઇ રહ્યો છે. જે માટે સલમાન ખાને શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે. સલમાન ખાનનાં એક ફેન પેજ પર સેટની તસવીર શેર થઇ છે. સલમાનનાં શો પહેલાં બે સીઝનમાં પણ કામ કરી ચુક્યો છે.

આજતક પર આવેલાં સમાચારની માનીયે તો સલમાન ખાને આ શોમાં કામ કરવા માટે તગડી રકમ વસુલી છે. તેણે શોનાં 26 એપિસોડનાં શૂટિંગ માટે કૂલ 78 કરોડ
રૂપિયા ચાર્જ વસુલ્યો છે.

સલમાન ખાન ઘણાં સમયથી આ શોમાં આવશે તેવી વાતો હતી. શોનાં પ્રોમો ક્યારનાય રિલીઝ થઇ ગયા હતાં. પણ શો મેકર્સ સલમાનની ભારે ભરખમ ફીને લઇને થોડા અસમંજસમાં હતાં. ગત વર્ષે જ બંને પાર્ટીઓએ ફી સેટલમેન્ટ કરી. જે બાદથી જ શોને ફરી લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી.

શો મેકર્સ હાલમાં શોનાં ટાઇમિંગ પર વિચાર કરી રહ્યાં છે. શોને સોમવારથી ગુરૂવાર સુધી કે સોમવારથી શુક્રવાર સુધી પ્રસારિત કરવાની વિચારણા છે. આપને જણાવી દઇએ કે આ શોનાં ફોર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.


With Kerela’s shining star #mammootty @indiansuperleague


A post shared by Salman Khan (@beingsalmankhan) on


પહેલાં શોમાં ઘણાં બધા સેલિબ્રિટીઝને ઇનવાઇટ કરવામાં આવ્યા હતાં પણ આ વખતે શો ફક્ત સામાન્ય માણસો માટે સીમિત હશે. શો IPL પૂર્ણ થયા બાદ ઓનએર થશે..... and Race3 begins


A post shared by Salman Khan (@beingsalmankhan) on
First published: April 22, 2018, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading