Salman Khan : સલમાન ખાન આજે કરશે મોટો ધમાકો? નવા ફોટો સાથેના કેપ્શને ફેન્સને કર્યા કન્ફ્યૂઝ
Salman Khan : સલમાન ખાન આજે કરશે મોટો ધમાકો? નવા ફોટો સાથેના કેપ્શને ફેન્સને કર્યા કન્ફ્યૂઝ
સલમાન ખાન આજે ટીઝર જાહેર કરશે
Salman Khan : સલમાન ખાને (Salman Khan) તાજેતરમાં, તેણે એક પોસ્ટ દ્વારા ફેન્સને ફરીથી મૂંઝવણમાં મૂક્યા. તેણે ફેન્સને વચન આપ્યું હતું કે, નવી તસવીર પછી નવું ટીઝર પણ આવશે.
Salman Khan : સલમાન ખાન (Salman Khan) બોલિવૂડનો એવો ભાઈજાન છે જે પોતાના ફેન્સને ચોંકાવવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ દ્વારા સલમાન અવારનવાર ફેન્સના દિલની ધડકન વધારી દે છે. તાજેતરમાં, તેણે એક પોસ્ટ દ્વારા ફેન્સને ફરીથી મૂંઝવણમાં મૂક્યા. તેણે ફેન્સને વચન આપ્યું હતું કે, નવી તસવીર પછી નવું ટીઝર (Salman Khan new Film Teaser) પણ આવશે. હવે ચાહકો એ વિચારી રહ્યા છે કે સલમાન આજે કઈ ફિલ્મનું ટીઝર શેર કરશે? તે ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) છે કે બીજું કંઈક?
સલમાન ખાન ફેન્સને દંગ કરી દે છે
સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે માથા પર દુપટ્ટો બાંધીને દેશી સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે તેણે બિગ બોસ સ્ટાઈલમાં જે કેપ્શન લખ્યું છે તે લોકોને કન્ફ્યુઝ કરી રહ્યું છે. સલમાને તસવીરની સાથે લખ્યું- 'હું જાહેરાતો અને ટ્રેલર વગેરે પોસ્ટ કરું છું. મારી પોતાની જ બ્રાન્ડ છે ને, સમજ્યા કે નહીં? બધા સાંભળી રહ્યા છે, હું તમને જોઈ રહ્યો છું, હું તમને સાંભળી રહ્યો છું. આજે એક પોસ્ટ, આવતીકાલે ટીઝર.
આજે કરશે મોટો ધમાકો!
સલમાન ખાનની આ પોસ્ટ બાદ ફેન્સ મૂંઝવણમાં છે. ચાહકો તેમના તર્ક લગાવીને અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે, તેઓ ફિલ્મ 'ટાઈગર 3'ના ટીઝરની વાત કરી રહ્યા છે તો કેટલાક તેમની નવી જાહેરાતની વાત કરી રહ્યા છે. સલમાન ખાનની આ નવી પોસ્ટથી કેટલાક ફેન્સને લાગે છે કે ભાઈજાન આજે ધમાકો કરવા જઈ રહ્યો છે.
સલમાન ખાન (Salman Khan) છેલ્લે 'એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ'માં જોવા મળ્યો હતો, જેમાં આયુષ શર્મા પણ હતો. સલમાનની ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં ટૂંક સમયમાં 'ટાઈગર 3', 'કભી ઈદ કભી દિવાળી', 'નો એન્ટ્રી 2' અને 'દબંગ 4'માં જોવા મળશે. સલમાન શાહરૂખ ખાનની 'પઠાણ' અને આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'માં પણ કેમિયો રોલમાં જોવા મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર