Home /News /entertainment /સલમાન ખાનના નવા ગીત 'Dance With Me' નું ટીઝર લોન્ચ, ભાઈજાન મૂવ્સ સાથે પોતાના જ અવાજનો જાદુ બતાવે છે
સલમાન ખાનના નવા ગીત 'Dance With Me' નું ટીઝર લોન્ચ, ભાઈજાન મૂવ્સ સાથે પોતાના જ અવાજનો જાદુ બતાવે છે
સલમાન ખાન મ્યુઝિક વીડિયો ડાન્સ વિથ મી
સલમાન ખાન (Salman Khan) ની 'ડાન્સ વિથ મી'ના ટીઝર (Dance With Me Teaser) માં તે ડાન્સ મૂવ્સ કરતો જોવા મળશે, સાથે આ ગીતમાં તેણે ખુદ અવાજ આપ્યો છે. જુઓ ક્યારે રિલીઝ થશે
Salman Khan Music Video Dance With Me : સલમાન ખાન (Salman Khan) આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તે હાલમાં 'બિગ બોસ 15' (Bigg Boss 15) હોસ્ટ કરી રહ્યો છે અને તાજેતરમાં જ તેનો એક મ્યુઝિક વીડિયો 'મેં ચલા' (Main Chala) લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સંગીતમાં તેની સાથે દક્ષિણ અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ પણ હતી. આમાં ગુરુ રંધાવા અને યૂલિયા વંતુરએ પોતાનો અવાજ આપ્યો હતો. સલમાનના ચાહકો પર આ મ્યુઝિક વિડિયો જાદુ છવાઈ ગયો છે, તેણે વધુ એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયો તેના આગામી ગીત 'ડાન્સ વિથ મી' (Dance With Me)નું ટીઝર છે.
સલમાન ખાનની 'ડાન્સ વિથ મી'ના ટીઝર (Salman Khan Dance With Me Teaser) માં તે ડાન્સ મૂવ્સ કરતો બતાવવામાં આવ્યો છે. જેમાં સલમાન હાથમાં માઈક પકડેલો જોવા મળે છે. ખાસ વાત એ છે કે, આ મ્યુઝિક વિડિયોમાં સલમાને જ પોતાનો અવાજ આપ્યો છે. આમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને યંગ લાગી રહ્યો છે. સલમાનને વોન્ટેડ સ્ટાઈલમાં બ્રેસલેટ અને રૂમાલ પહેરીને જોઈ શકાય છે.
સલમાન ખાનનો મ્યુઝિક વીડિયો 'ડાન્સ વિથ મી' (Dance With Me Music Video) સાજિદ-વાજિદે કમ્પોઝ કર્યો છે. સલમાનના ગીતનું ટીઝર આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. તેના ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આનાથી દુનિયાભરના સલમાન ખાનના ચાહકોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ છે. હવે ચાહકો સંપૂર્ણ ગીત આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટીઝરના અંતમાં કહેવામાં આવ્યું છે કે, આખું ગીત આવતીકાલે એટલે કે 29 જાન્યુઆરીએ આવશે.
'ડાન્સ વિથ મી'નું ટીઝર શેર કરતા સલમાન ખાને (Salman Khan Dance With Me) લખ્યું, "ડાન્સ વિથ મી.. હમ સંગ નચલે... હેશટેગ ડાન્સ વિથ મી ટીઝર." થોડા સમય પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયોને 15 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન 'ટાઈગર' ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ 'ટાઈગર 3 (Tiger 3 Release Date) માં જોવા મળશે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. કેટરિના કૈફ ફિલ્મમાં ઝોયાની ભૂમિકા નિભાવતી રહેશે
આ સિવાય સલમાન ખાન જેકલીન ફર્નાન્ડીઝ સાથે 'કિક 2' કરશે અને પૂજા હેગડે સાથે 'કભી ઈદ કભી દિવાળી' જેવી ફિલ્મો પણ તેના આગામી પ્રોજેક્ટ્સમાં સામેલ છે. સલમાન શાહરૂખ ખાન અભિનીત 'પઠાણ'માં પણ એક વિશેષ પાત્ર ભજવતો જોવા મળશે, જ્યાં તે કિંગ ખાનને વિલન સામે લડવામાં મદદ કરશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર