Main Chala teaser : સલમાન ખાને (Salman Khan) શુક્રવારે 21 જાન્યુઆરીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના મ્યુઝિક વીડિયો 'મે ચલા' નું ટીઝર (Salman Khan Main Chala teaser) શેર કર્યું છે. વીડિયોમાં તે અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ (pragya jaiswal) સાથે જોવા મળી રહ્યો
Main Chala teaser : સલમાન ખાને (Salman Khan) શુક્રવારે 21 જાન્યુઆરીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના મ્યુઝિક વીડિયો 'મે ચલા' નું ટીઝર (Salman Khan Main Chala teaser) શેર કર્યું છે. વીડિયોમાં તે અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ (pragya jaiswal) સાથે જોવા મળી રહ્યો છે. યુલિયા વંતુર (iulia vantur) અને ગુરુ રંધાવા (guru randhawa) એ સલમાન ખાનના આ રોમેન્ટિક ગીતને પોતાના અવાજમાં બાંધ્યું છે. તે વીડિયોમાં પણ જોવા મળશે.
પ્રોડક્શન હાઉસ 'SK ફિલ્મ્સ' અને 'T-Series' દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલ મ્યુઝિક વિડિયો 'મેં ચલા' આવતીકાલે 22 જાન્યુઆરીએ રિલીઝ (Main Chala Song Release date) થશે. 20 સેકન્ડના વીડિયોમાં સલમાન અલગ-અલગ લુકમાં જોવા મળી રહ્યો છે.
ટીઝરમાં સલમાન ખાન અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે
વીડિયોના એક ભાગમાં સલમાન લાંબા વાળમાં જોવા મળે છે જ્યારે બીજા ભાગમાં તે પાઘડી પહેરેલો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, પ્રજ્ઞા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે જે બોલિવૂડ સ્ટાર સાથે સાડીમાં સુંદર દેખાઈ રહી છે.
ટીઝરને શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું, 'મેં ચલાની રોમેન્ટિક ધૂનમાં ખોવાઈ જાવ. ટીઝર રિલીઝ થઈ ગયું (Salman Khan Song Main Chala) છે. આ ગીત 22 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહ્યું છે. ભાઈજાને આ ટીઝર લગભગ 2 કલાક પહેલા શેર કર્યું છે, જેના પર 16 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે.
સેલેબ્સ અને ફેન્સે કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો
સલમાનના ફેન્સ તેના ગીત અને લુકને લઈને કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સની સાથે સાથે તમામ સેલેબ્સ પણ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતા સુનીલ ગ્રોવરે પણ હાર્ટ ઇમોજી શેર કરી છે. શબ્બીર અહેમદે 'મેં ચલા' કમ્પોઝ કર્યું છે અને લખ્યું છે. તેનું નિર્દેશન શબીના ખાન અને નિર્દેશક ગિફ્ટીએ કર્યું છે. એવી અફવા છે કે, સલમાન ખાન અને અભિનેત્રી-મૉડલ યૂલિયા વંતુર ડેટ કરી રહ્યાં છે. જોકે, તેમાંથી કોઈએ આ વાતને નકારી કે પુષ્ટિ કરી નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર