Home /News /entertainment /

'..પાછાં મળવા બેચેન બનીએ છીએ’, salman khanને ખુદ જણાવ્યું પોતાની સૌથી લાંબી રિલેશનશિપ કોની સાથે ચાલી હતી

'..પાછાં મળવા બેચેન બનીએ છીએ’, salman khanને ખુદ જણાવ્યું પોતાની સૌથી લાંબી રિલેશનશિપ કોની સાથે ચાલી હતી

સલમાન ખાનની ફાઈલ તસવીર

salman khan bigg boss 4: બોલિવુડમાં (bollywood) રિલેશનશિપને (relationship) લઈને સૌથી વધુ ચર્ચામાં રહેતા સલમાન ખાને (salman khan) એક ઇવેન્ટમાં મજાક કરતાં કહ્યું હતું કે તેની સૌથી લાંબી ચાલેલી રિલેશનશિપ કોઈ હોય તો એ રિયલિટી શો ‘બિગ બોસ’ (Reality show 'Bigg Boss') સાથેની છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ બોલિવૂડ અભિનેતા (bollywood actor) સલમાન ખાને (salman khan) એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તેની સૌથી લાંબી ચાલેલી રિલેશનશિપ (long relationship) કોઈ હોય તો એ રિયલિટી શો ‘બિગ બોસ’ (big boss) સાથેની છે. 2010માં Bigg Boss 4 સાથે સલમાન પહેલી વખત જોડાયો હતો અને ‘બિગ બોસ’ના હોસ્ટ (Bigg Boss host) તરીકે તેને એક દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે.

  બોલિવુડમાં રિલેશનશિપને લઈને સૌથી વધુ ચર્ચામાં રહેતા સલમાન ખાને એક ઇવેન્ટમાં મજાક કરતાં કહ્યું હતું કે તેની સૌથી લાંબી ચાલેલી રિલેશનશિપ કોઈ હોય તો એ રિયલિટી શો ‘બિગ બોસ’ સાથેની છે. 2010માં Bigg Boss 4 સાથે સલમાન પહેલી વખત જોડાયો હતો અને ‘બિગ બોસ’ના હોસ્ટ તરીકે તેને એક દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે.

  2 ઓક્ટોબરે ‘બિગ બોસ 15’નું પ્રીમિયર થવાનું છે ત્યારે એક સ્પેશ્યલ મીડિયા ઇવેન્ટ માટે સલમાન ખાને ખાસ સંદેશો શેર કર્યો હતો. મધ્ય પ્રદેશના પેંચ નેશનલ પાર્ક ખાતે આયોજિત ઇવેન્ટમાં ઍક્ટરનો મેસેજ રજૂ કરવામાં આવ્યો હતો. 55 વર્ષીય ઍક્ટરે જણાવ્યું કે, ‘બિગ બોસ સાથેની મારી રિલેશનશિપ કદાચ મારી લાઈફની સૌથી લાંબી ચાલેલી રિલેશનશિપ છે. કેટલીક રિલેશનશિપ એવી હોય છે કે હું શું કહું.

  બિગ બોસે જાણે મારી લાઈફમાં એક પ્રકારનું કાયમીપણું લાવ્યું છે. જોકે, ક્યારેક ચાર મહિના અમે આંખથી આંખ મિલાવીને નથી જોતાં. જ્યારે અમે છૂટા પડીએ છીએ (સીઝનના અંત બાદ) ત્યારે અમે પાછા મળવા માટે બેચેન બની જઈએ છીએ.’

  આ પણ વાંચોઃ-મનીષ મલ્હોત્રાનાં ઘરે ઉમટ્યાં બોલિવૂડ સ્ટાર્સ, મલાઇકાથી લઇ સેલિબ્રિટીની પત્નીઓએ લૂંટી મહેફિલ

  આ વર્ષે ‘બિગ બોસ’માં ‘જંગલ’ થીમ જોવા મળવાની છે એ અંગે સલમાન કહે છે, ‘આ સીઝન મને ‘જંગલ હૈ આધી રાત હૈ’ ગીતની યાદ અપાવે છે. શોમાં ‘સુલતાન’ કે ‘દંગલ’ જેવું દંગલ નહીં હોય, પણ એક અલગ જ પ્રકારનું દંગલ જોવા મળશે. જંગલની દરેક હિલચાલ પર નજર રાખવા માટે 250 કેમેરા હશે અને એક પાંદડું પણ હાલશે તો તેની નોંધ લેવાશે. Bigg Boss 15 આ વખતે પાંચ મહિના ચાલી શકે તેમ છે.’

  આ પણ વાંચોઃ-Sardar Udham: જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનારા ઉધમ સિંહની બાયોપિક સીધી OTT પર રિલીઝ થશે, જાણો વિગતો

  સલમાને ઉમેર્યું કે, ‘મને શો ગમે છે. મને ઘણું શીખવા મળે છે. એ મારા ધૈર્યની પરીક્ષા લે છે. દર વખતે જ્યારે હું ગુસ્સે થાઉં છું ત્યારે વિચારું કે કાશ મેં કન્ટ્રોલ કર્યો હોત. પછી હું ધીરજ રાખવા માટે વધુ પ્રયત્ન કરું છું, પણ શોનું ફોર્મેટ એવું છે કે કંઈને કંઈ બનતું રહે છે અને મારે જઈને તેને બરાબર કરવું પડે છે. આ શો થકી તમને નવા લોકોને અને તેમના વ્યક્તિત્વને જાણવાનો મોકો મળે છે.’

  સલમાન ખાન હાલ ઑસ્ટ્રિયામાં કેટરીના કૈફ સાથે અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’નું શૂટિંગ કરી રહ્યો છે. અભિનેતાએ એવું પણ જણાવ્યું કે તે આવતા અઠવાડિયે મુંબઈ પાછો ફરશે અને Bigg Boss 15નું શૂટિંગ શરુ કરશે.

  ‘ટાઈગર 3’માં સલમાન ખાન RAW (Research & Analysis Wing) એજન્ટ અવિનાશ સિંહ રાઠોડ એટલે કે ટાઈગરના રોલમાં અને કેટરીના તેની પાર્ટનર ઝોયાના રોલમાં દેખાશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Actor salman khan, Bigg Boss, Bollywood actor, Tv show

  આગામી સમાચાર