સલમાન ખાને લૉન્ચ કરી પર્સનલ કેર બ્રાન્ડ FRSH, સેનિટાઇઝર્સથી કરી શરૂઆત

News18 Gujarati
Updated: May 25, 2020, 12:05 PM IST
સલમાન ખાને લૉન્ચ કરી પર્સનલ કેર બ્રાન્ડ FRSH, સેનિટાઇઝર્સથી કરી શરૂઆત
સલમાને કહ્યું કે, સેનિટાઇઝર બાદ ડિઓડરન્ટ્સ, બોડી વાઇપ્સ અને પરફ્યૂમ્સ જેવી અન્ય પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં આવશે

સલમાને કહ્યું કે, સેનિટાઇઝર બાદ ડિઓડરન્ટ્સ, બોડી વાઇપ્સ અને પરફ્યૂમ્સ જેવી અન્ય પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)એ પોતાના નવા બિઝનેસ તરીકે FRSH બ્રાન્ડ હેઠળ સેનિટાઇઝર્સ (Sanitizers) લૉન્ચ કર્યા છે. બોલિવૂડ મેગાસ્ટારે 24 મેની મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોતાના નવા સૌંદર્ય અને પર્સનલ કેર બ્રાન્ડ FRSHના લૉન્ચની જાહેરાત કરી. એક વીડિયો સંદેશમાં ખાને કહ્યું કે તેણે હાલમાં જ FRSH નામથી એક બ્રાન્ડ લૉન્ચ કરી છે. સલમાને કહ્યું કે, શરૂઆતમાં અમને બ્રાન્ડ હેઠળ ડિઓડરન્ટ લૉન્ચ કરવાની યોજના બનાવી હતી પરંતુ સમયની જરૂરિયાત મુજબ અમે સેનિટાઇઝર્સ લઈને આવયા છીએ.

કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના કારણે સેનિટાઇઝર્સની માંગ ખૂબ વધુ છે અને દુનિયાભરમાં આ જીવેણ બીમારીથી બચવા માટે સેનિટાઇજિંગ એક મહત્વપૂર્ણ હથિયાર છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ કોરોનાએ 54 લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે અને 3.45 લાખથી વધુ COVID-19 દર્દીઓનાં મોત થયા છે.


આ પણ વાંચો, રસ્તા પર ફસડાઈ પડી કોરોના સંક્રમિત મહિલા પોલીસકર્મી, નજીક ઊભેલા સાથીઓએ પણ ન કરી મદદ

સલમાને કહ્યું કે, સેનિટાઇઝર બાદ ડિઓડરન્ટ્સ, બોડી વાઇપ્સ અને પરફ્યૂમ્સ જેવી અન્ય પ્રોડક્ટ્સને પણ બ્રાન્ડ હેઠળ લૉન્ચ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, હાલમાં FRSH સેનિટાઇઝર્સ (જે 72 ટકા આલ્કોહોલ આધારિત છે) તેમની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે, પરંતુ બાદમાં તે દુકાનો પર ઉપલબ્ધ થશે.

FRSH વેબસાઇટ મુજબ, સેનિટાઇઝર્સની 100 મિલી લીટર બોટલનો ભાવ 50 રૂપિયા અને 500 મિલી બોટલનો ભાવ 250 રૂપિયા છે. જોકે વેબસાઇટ મુજબ કોમ્બો સેટની ખરીદી પર 10 ટકાથી 20 ટકા સુધીની છૂટ મળશે.

આ પણ વાંચો, ચિંતા! ભારતમાં 21 લાખ લોકો થઈ શકે છે સંક્રમિત, 13 દિવસમાં ડબલ થયા કોરોનાના કેસ
First published: May 25, 2020, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading