Home /News /entertainment /'રાધે'નું પાયરેટેડ વર્ઝન જોયું તો ખેર નથી, સલમાન ખાને આપી કાર્યવાહીની ધમકી

'રાધે'નું પાયરેટેડ વર્ઝન જોયું તો ખેર નથી, સલમાન ખાને આપી કાર્યવાહીની ધમકી

PHOTO- TWITTER

'રાધે' યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe: Your Most Wanted Bhai)ની રિલીઝ થયા બાદ જ્યારે ફિલ્મ લીક થઇ તો ફેન્સે સલમાન ખાનને એક્શન લેવા જણાવ્યું. સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ શેર ક્યું છે જેમાં તેણે જણાવ્યું કે, તે આ પાઇરેટેડ સાઇટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી કરશે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ભાઇજાન એટલે કે સલમાન ખાન (Salman Kan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe: Your Most Wanted Bhai) ઇદનાં દિવસે ઓટીટી પ્લેટફર્મ અને વિદેશમાં સિનેમા ઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. પણ ફિલ્મ રિલીઝ થયાનાં થોડા સમય બાદ જ ફિલ્મ લિક થઇ ગઇ. હવે સલમાન ખાનને લોકો પાઇેટેડ સાઇડ્સનો ઉપયોગ કરવા પર કાર્યવાહી કરવાની વાત કરી છે. તેણે કડક શબ્દોમાં આ વખતે આ મુદ્દો ઉઠાવ્યોછે.

રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe:Your Most Wanted Bhai)ની રિલીઝ બાદ જ્યારે ફિલ્મ લીક થઇ તો ફેન્સે સલમાન ખાનને એક્શન લેવા કહ્યું. હવે સલમાન ખઆને સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે જેમાં તે જણાવે છએ કે, આ પાઇરેટેડ સાઇટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી તે કરશે.

સલમાને લખ્યું છે કે, 'અમે તમને અમારી ફિલ્મ રાધે દર્શાવવા માટે ખુબજ સામાન્ય 249 રૂપિયા ભાવ રાખ્યો છે. છતા તમે પાઇરેટેડ સાઇટ્સ પરથી 'રાધે'નાં ગેરકાયદે સ્ટ્રીમિંગ કરી રહ્યાં છો. જે એક ક્રાઇમ છે. સાઇબર સેલ આ તમામ ઇલલીગલ પાઇરેટેડ સાઇટ્સ વિરુદ્ધ એક્શન લેવા જઇ રહી છે. પ્લીઝ પાઇરસીનો ભાગ ન બનો. નહીં તો સાઇબર સેલ આપનાં વિરુદ્ધ પણ એક્શન લેશે. પ્લીઝ સમજો નહીં તો આપ સાઇબર સેલની સાથે મોટી મુશ્કેલીમાં પડી જશો.'




ફિલ્મ રિલીઝ પહેલાં જ 12 મેનાં સલમાન ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, એક ફિલ્મ બનાવવા માટે ઘણાં બધા લોકો ખુબજ મહેનત કરે છે. અને મને ખુબજ ખરાબ લાગે છે જ્યારે કેટલાંક લોકો તેને જોવા માટે પાયરસીનો સહારો લે છે. હું આપ સૌથી એક વાયદો લેવાં ઇચ્છુ છુ કે, આપ પ્લીઝ યોગ્ય પ્લેટફર્મ પર જ આ ફિલ્મ જોજો. આ ઇદ સંપૂર્ણ રીતે ઓડિયન્સનાં વાયદા પર નિર્ભર છે. એન્ટરટેઇનમેન્ટમાં નો પાયરસી.




આપને જણાવી દઇએ કે, સલમાન ખાનની આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી છે. તેમાં સલમાનની સાથે સાથે દિશા પટની, રણદીપ હુડ્ડા, બિગ બોસ ફેઇમ ગૌતમ ગુલાટી અને જેકી શ્રોફ છે. ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ ઓફિસરનાં પાત્રમાં નજર આવે છે જે ડ્રગ્સ માફિયાનો ખાતમો કરે છે.
First published:

Tags: Disha patani, Entertainment news, Gujarati news, News in Gujarati, Radhe Your Most Wanted Bhai, સલમાન ખાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો