Home /News /entertainment /Kisi ka Bhai Kisi ki Jaan: ઇદ પર નહીં આ દિવસે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ, બદલાઇ ગઇ રિલીઝ ડેટ

Kisi ka Bhai Kisi ki Jaan: ઇદ પર નહીં આ દિવસે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ, બદલાઇ ગઇ રિલીઝ ડેટ

સલમાન ખાન અને શહેનાઝ ગિલની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફરી એકવાર ચર્ચામાં આવી છે.

Salman Khan Kisi ka Bhai Kisi ki Jaan Release Date: સલમાન ખાન અને શહનાઝ ગિલની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી જાન'ને લઇને મોટી અપડેટ સામે આવી છે. આ ફિલ્મ પહેલા ઇદ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની નવી રિલીઝ ડેટ સામે આવી છે.

Kisi ka Bhai Kisi ki Jaan New Release Date: બોલિવૂડના ફેમસ સ્ટાર સલમાન ખાન (Salman Khan) આજકાલ તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન (Kisi ka Bhai Kisi ki Jaan) માટે ચર્ચામાં છે. સલમાન ખાનની આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં ઘણા અપડેટ્સ સામે આવ્યા છે.

તાજેતરમાં જ સલમાન ખાનની આ ફિલ્મનું એક સોન્ગ પણ રિલીઝ થયું હતું. આ સોન્ગ રિલીઝ થયા બાદ શહેનાઝ ગિલ (Shehnaaz Kaur Gill) ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ હતી. આ દરમિયાન શહનાઝ ગિલે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે ફિલ્મની નવી રિલીઝ ડેટનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો:  આરપાર દેખાય એવી સાડીમાં સામંથાએ બતાવ્યો સ્ટનિંગ અવતાર, જોતા જ સાદગી પર થઇ જશો ફિદા

આ દિવસે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ


બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને શહેનાઝ ગિલની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફરી એકવાર ચર્ચામાં આવી છે. સલમાન ખાનની આ ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી છે. 25 માર્ચે શહેનાઝ ગિલે એક વીડિયો શેર કર્યો હતો. આ વિડિયો કરતાં વધુ કેપ્શને ફેન્સનું ધ્યાન ખેંચ્યું.




શહેનાઝ ગિલે કેપ્શનમાં લખ્યું છે કે ' 30 ડેઝ ટુ કિસી કા ભાઈ કિસી કી જાન'. જો તે મુજબ જોવામાં આવે તો ફિલ્મની રિલીઝ ડેટ 24મી એપ્રિલ થવા જઈ રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ 'જી રહે થે હમ' સોન્ગ પર મસ્તી કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો:  શ્વેતા તિવારીએ સાડીમાં બતાવ્યો અત્યાર સુધીનો સૌથી ખૂબસૂરત અવતાર, રૂપ રૂપના અંબાર પર અટકી જશે નજર


ઈદ પર રિલીઝ થવાની હતી આ ફિલ્મ


સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની પહેલા રિલીઝ ડેટ 21 એપ્રિલ એટલે કે ઈદના દિવસે જણાવવામાં આવી રહી હતી. પરંતુ શહેનાઝ ગીલની આ પોસ્ટ સામે આવ્યા બાદ હવે ફિલ્મની રિલીઝ ડેટ અલગ જાણવા મળી રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અબ્દુ રોજિક પણ જોવા મળશે.
First published:

Tags: Actor salman khan, Bollywood Gossip, Salman Khan Movie, Shehnaaz gill