Home /News /entertainment /'કિસી કા ભાઇ કિસી કી જાન'માં સલમાન ખાનનો સૌથી હટકે અવતાર, આ નવો લુક જોઇને ચોંક્યા ફેન્સ

'કિસી કા ભાઇ કિસી કી જાન'માં સલમાન ખાનનો સૌથી હટકે અવતાર, આ નવો લુક જોઇને ચોંક્યા ફેન્સ

સલમાન ખાનની ફિલ્મનું શુટિંગ થઇ ગયું પુરુ

સલમાન ખાનની (Salman Khan)ની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ( Kisi Ka Bhai Kisi Ki Jaan) શૂટિંગ પૂરુ થઈ ગયું છે. તે જ સમયે, સલમાને આ ફિલ્મમાંથી તેનો નવો લુક શેર કર્યો છે.

આજકાલ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ઘણી રિલીઝ માટે તૈયાર છે. આ બધાની વચ્ચે તાજેતરમાં જ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ki Jaan) જબરદસ્ત ચર્ચામાં આવી છે.

સલમાન ખાને આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. આ સાથે તેણે પોતાની એક તસવીર પણ શેર કરી છે અને આ ફોટોમાં સલમાનનો ફર્સ્ટ લુક જોવા મળી રહ્યો છે, જેને જોઈને ફેન્સની એક્સાઇટમેન્ટ વધી ગઈ છે.

આ પણ વાંચો :  સાસરીમાં કિયારા અડવાણીનો શાનદાર ગૃહ પ્રવેશ, સિંદૂર-મંગળસૂત્ર અને રેડ સૂટમાં છવાયો નવી દુલ્હનનો સિમ્પલ લુક

હકીકતમાં, તાજેતરમાં જ સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં સલમાન ખાન થોડો બદલાયેલો જોવા મળી રહ્યો છે. તેનો નવો લુક જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે.




આ ફોટોમાં ક્લીન શેવ લુકમાં સલમાન ખાને કાનમાં બુટ્ટી પહેરી છે. વ્હાઈટ શર્ટ અને બ્લેક ટાઈ પહેરીને સલમાન ખાન આ ફોટોમાં પોતાનું બ્રેસલેટ ફ્લોન્ટ કરતો જોવા મળે છે. અહીં જુઓ 'દબંગ ખાન'ની આ તસવીર વાયરલ થઈ રહી છે-

આ ફોટો શેર કરતી વખતે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું- 'કિસી કા ભાઈ કિસી કી જાન કા શૂટ પૂરા હો ગયા'. આ કેપ્શનથી સ્પષ્ટ છે કે સલમાનનો આ લુક તેની આગામી ફિલ્મમાં જોવા મળવાનો છે. આ પહેલા લાંબા વાળ અને વધેલી દાઢી સાથે તેનો લુક સામે આવ્યો હતો, જેમાં સલમાનને ઓળખવો મુશ્કેલ હતો.

આ પણ વાંચો :  Sid-Kiara Wedding Photos: એકદમ ખાસ છે સિદ્ધાર્થ - કિયારાની વેડિંગ રિંગ, કપલે તસવીરોમાં કરી ફ્લોન્ટ

સલમાનના લેટેસ્ટ લુકને જોઈને ઘણા ફેન્સે તેના પર કોમેન્ટ કરીને કહ્યું કે તે ખૂબ જ યંગ દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે.



જણાવી દઇએ કે સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે. સલમાન ખાન ઉપરાંત આ ફિલ્મમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ અને વેંકટેશ જેવા એક્ટર્સ છે. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સ્ટોરીમાં દર્શકોને એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ અને ઈમોશન બધુ જ જોવા મળશે.
First published:

Tags: Actor salman khan, Bollywood Latest News, Bollywood News in Gujarati, Salman Khan Movie

विज्ञापन