કલર્સ ટીવી શો 'બિગ બોસ' 12 ' સૌથી વધુ વિવાદાસ્પદ અને લોકપ્રિય શો શરૂ થઇ ચુક્યો છે. સલમાન ખાને ધમાકેદાર અંદાજમાં શો ની શરૂઆત કરી. શો માં તેનો લૂક પણ બદલાયેલો નજર આવી રહ્યો હતો. શો ની શરૂઆતમાં સલમાને જણાવ્યુ કે શો જોડી વિરુદ્ધ એક સિંગલ હશે. ઉપરાંત કહ્યુ કે બિગ બોસના ઇતિહાસમાં પહેવી વખત એવુ હશે જ્યા બે સભ્ય પહેલા દિવસે જ ઘરમાંથી બહાર ચાલ્યા જશે. . સલમાને તેમના હિટ સોંગ પર ડાન્સ કરી શો ની ધમાકેદાર અંદાજમાં શરુઆત કરી છે.
આ શોમાં સ્ટેજ પર લાઇવ બેન્ડ મૂકવામાં આવ્યો છે. જે પ્રસંગો દરમિયાન ગીતો સાથે મનોરંજન જોવા મળશે.
બિગ બોસનો પહેલો સભ્ય કરણવીર બોહરા છે. કરણવીરએ ધમાકેદાર અંદાજમાં 'મૈં તેરા હીરો' ગીત પર પરફોર્મ કર્યું હતું. સલમાને કહ્યું કે કરણવીર કથક ડાન્સર પણ છે. તેમણે કથક નૃત્ય પણ કર્યુ. શો મા પહેલા કોમનર હેઠળ મધ્યપ્રદેશથી ખેડૂત અને ઉદ્યોગપતિની જોડી શિવાશીષ મિશ્રા અને સૌરભ પટેલ અન્ટ્રી કરી ચુક્યા છે. કરણવીરને તોપો સાથે સલામી પણ મળી. ત્યારબાગ તેનુ મો કાળુ થઇ ગયુ. આ એક ટાસ્ક હતો જેમા કોમનર્સે કરણવીરને હરાવી દીધો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર