Home /News /entertainment /Salman Khan on Ganesh Chaturthi: સલમાન ખાન બહેન અર્પિતાના ઘણે ગણેશ ભક્તિમાં મગ્ન જોવા મળ્યો, દંબગ સ્ટારે આરતી ઉતારી

Salman Khan on Ganesh Chaturthi: સલમાન ખાન બહેન અર્પિતાના ઘણે ગણેશ ભક્તિમાં મગ્ન જોવા મળ્યો, દંબગ સ્ટારે આરતી ઉતારી

સલમાન ખાન બહેન અર્પિતાના ઘણે ગણેશ ભક્તિમાં મગ્ન જોવા મળ્યો

Salman Khan on Ganesh Chaturthi: સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણેશ ચતુર્થી પર લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરે છે અને શુભ મંગલની પ્રાર્થના કરતા પૂજા અર્ચના કરે છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાના ઘરે ગણપતિ બિરાજમાન કર્યા હતા. બોલિવૂડના દંબગ ખાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ઘરે ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવ્યો હતો. સલમાન પોતાની બહેનના ઘરે પહોંચ્યો અને ગણેશ આરતી કરી.

વધુ જુઓ ...
    સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણેશ ચતુર્થી પર લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરે છે અને શુભ મંગલની પ્રાર્થના કરતા પૂજા અર્ચના કરે છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાના ઘરે ગણપતિ બિરાજમાન કર્યા હતા. બોલિવૂડના દંબગ ખાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ઘરે ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવ્યો હતો. સલમાન પોતાની બહેનના ઘરે પહોંચ્યો અને ગણેશ આરતી કરી. પૂજા કરતો પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો ફેન્સ ફરી એકવખત પોતાના ફેવરેટ એક્ટરની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

    સલમાન ખાને હંમેશાંની જેમ આ વખતે પણ ગણેશ ચતુર્થી પર પૂજા કરી. મુંબઈમાં સલમાનની બહેન અર્પિતા ખાન અને એક્ટર આયુષ શર્માના ઘરે ગ્રાન્ડ ગણપતિ સેલિબ્રેશનનું આયોજન કર્યું. અર્પિતાના ઘરે કેટરિના કૈફ, વિકી કૌશલ, રિતેશ દેશમુખ સહિત ઘણા સ્ટાર્સ આવ્યા હતા.



    સલમાન ખાને આરતી કરી હતી


    સલમાન ખાન અર્પિતાના ઘરેથી બુધવારની રાતનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વ્હાઈટ શર્ટ અને બ્લૂ ડેનિમમાં એક્ટર પોતાના હાથમાં આરતીની થાળી લઈને આરતી કરતો જોવા મળી રહ્યો છે. ગણેશજીની આરતી કર્યા સિવાય સલમાન ખાન તાળી પણ વગાડી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ રહ્યા છો કે એક બાળક એક્ટરની પાસે ઊભો છે, તે ઈશારાથી તેને પૂછે છે કે શું તે તેની સાથે આરતી કરવા માગે છે, બાળકે માથુ હલાવીને ના પાડી તો સલમાન આરતી કરવા લાગ્યો.

    ગણપતિ બાપ્પા મોરિયા


    આ વીડિયોમાં સલમાન સિવાય અર્પિતા અને આયુષ પોતાના દીકરાની સાથે આરતી કરતા જોવા મળી રહ્યા છે. બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ પણ થાળી લઈ આરતી કરતો જોવા મળ્યો હતો. ગણેશ પૂજાનો આ વીડિયો શેર કરી સલમાને કેપ્શનમાં લખ્યું ‘ગણપતિ બાપ્પા મોરિયા’.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Actor salman khan, Entertainment news, Ganesh Chaturthi

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन