સલમાન ખાનના 'જીને કે હૈ ચાર દિન' સોન્ગ વાળા ટાવલની થઈ નિલામી, કિંમત છે અધધ

સલમાન ખાનના ટુવાલની લાખો રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. (તસવીર- Instagram @beingsalmankhan)

ફિલ્મ મુજસે સાદી કરોગીના સોન્ગ જીને કે હૈ ચાર દિનમાં સલમાન ખાને જે ટાવલનો (Salman khan Towel) ઉપયોગ કર્યો તેની નિલામી કરવામાં આવી હતી.

 • Share this:
  નવી દિલ્લી: બોલીવુડના સ્ટાર સલમાન ખાન (Salman khan)ની ફેન ફોલોઈંગ પૂરી દુનિયામાં છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેના ફેન્સ(Salman khan Fans)ના નામની ભીડ આવી જ જાય છે. તે અત્યારે રશિયા(Russia)માં તેની ફિલ્મ ટાઈગર-3(Tiger 3)નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યારે પણ આવો નજારો જોવા મળ્યો હતો. હવે તમે હેરાન થઈ જાવ તેવી જાણકારી આપવા જઈ રહ્યા છે.

  સલમાન ખાન દ્વારા એક ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવેલા ટાવલની આજે નિલામી કરવામાં આવી હતી. સલમાન ખાને 2004માં આવેલી ફિલ્મમાં મુજસે શાદી કરોગીમાં ઉપયોગ કર્યો હતો. સલમાન ખાને જીને કે હૈ ચાર દિન સોન્ગમાં આ ટાવલનો ઉપયોગ કર્યો હતો. કેટલાય વર્ષો બાદ આજે આ ટાઉલની નિલામી કરી હતી. આ ટાઉલની નિલામીની કિંમત જાણીને તમારી આખો પહોંળી થઈ જશે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન (Salman Khan Towel Price)નું 'જીને કે હૈ ચાર દિન' ગીત ધરાવતો ટાવલ 1 લાખ 42 હજાર રૂપિયામાં હરાજી કરવામાં આવ્યો છે. સલમાન ખાન માટે લોકોનો ક્રેઝ છે, જેણે લાખોની કિંમતનો એક નાનો ટાવલ બનાવ્યો.

  આ પણ વાંચો: Money Heist 5થી લઈને ભૂત પુલિસ સુધી, આ મહિને OTT પર રીલિઝ થશે આ ફિલ્મો અને વેબ સીરીઝ

  તમને જણાવી દઈએ કે ફિલ્મ 'મુઝસે શાદી કરોગી' નું નિર્દેશન ડેવિડ ધવને કર્યું હતું. તેમાં પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં દિવંગત અમરીશ પુરી અને કાદર ખાન પણ હતા. આ સિવાય સતીશ શાહ અને રાજપાલ યાદવ પણ ફિલ્મમાં કોમિક રોલમાં હતા. રાજપાલ યાદવે ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો. આ ફિલ્મ તે વર્ષની સુપરહિટ ફિલ્મોમાંની એક હતી.

  આ પણ વાંચો: પાયલ રોહતગી સામે ફરિયાદ, ગાંધી-નહેરુ પરિવાર વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં જોવા મળ્યો હતો. તે આ દિવસોમાં 'ટાઇગર 3' નું શૂટિંગ કરી રહ્યો છે. રશિયા બાદ તે ફિલ્મનું શૂટિંગ તુર્કીમાં કરશે. આ ફિલ્મમાં કેટરીના પણ હશે.
  Published by:kuldipsinh barot
  First published: