મુંબઇ: સલમાન ખાન અને જેક્લિન ફર્નાન્ડિઝ હાલમાં જમ્મૂ-કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યાં છે. જે તેમની અપકિંમગ ફિલ્મ 'રેસ-3' નું એક રોમેન્ટિક સોન્ગ છે.
'સુલતાન' અને 'બજરંગી ભાઇજાન'નું વેલી ઓફ ફ્લાવર્સમાં શૂટિંગ કર્યા બાદ હવે 'રેસ-3'નાં એક સોન્ગ શૂટિંગ પણ કાશ્મીરમાં કરવામાં આવી રહ્યું છે.
જેમાં પહેલાં સલમાનની જીપ ચલાવતી કેટલીક તસવીરો વાઇરલ થઇ હતી. અને હવે સલમાન અને જેક્લિનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે જેમાં ત્યાંની ઠંડીમાં સલમાન ઉઘાડા બદને જોવા મળે છે તો જેક્લિન રજાઇ ઓઢીને ગરમ કોફી પીતી નજર આવે છે.