Home /News /entertainment /Salman khan: ગેંગસ્ટર્સના નિશાના પર છે ભાઈજાન! મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવેલા શૂટરે કર્યો ખુલાસો

Salman khan: ગેંગસ્ટર્સના નિશાના પર છે ભાઈજાન! મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવેલા શૂટરે કર્યો ખુલાસો

ગેંગસ્ટર્સના નિશાના પર છે ભાઈજાન

બોલિવૂડ એક્ટર સલમાન ખાન અત્યારે ચર્ચામાં છે. તેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના મોત પછી સલમાન ખાનનો જીવ જોખમમાં છે. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેના પછી તેની સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. તાજેતરમાં સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવેલા શૂટરે ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ગેંગસ્ટર્સના નિશાના પર છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે આ વાતની જાણકારી આપી છે.

વધુ જુઓ ...

    પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે, સલમાન ખાન આ ગેંગસ્ટર્સના નિશાના પર છે. સિદ્ધુ મુસેવાલા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કપિલ પંડિતની પૂછપરછમાં આ ખુલાસો થયો છે કે લોરેન્સ બિશ્રનોઈએ તેને સલમાન ખાનને મારવાનું કામ સોંપ્યું હતું.

    આ પણ વાંચોઃ- ઓફ શોલ્ડર ડ્રેસમાં સારા અલી ખાનનો સ્ટનિંગ લુક છવાયો, શોર્ટ મિની ડ્રેસમાં એક્ટ્રેસ હોટ લાગતી હતી

    જૂનમાં સલમાન ખાન અને સલીમ ખાનને જાનથી મારવાની ધમરીભર્યો લેટર મળ્યો હતો. આ લેટરમાં લખ્યું હતું કે સલમાન ખાનની પણ હાલત સિદ્ધુ મુસેવાલા જેવી કરવામાં આવશે. જેના પછી પોલીસે સલમાનની સુરક્ષા વધારી દીધી હતી.

    સુરક્ષા વધારાઈ

    સલમાન ખાનની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેની ગાડી પણ અપગ્રેડ કરી દેવામાં આવે છે. તે બુલેટપ્રૂફ સફેદ ગાડીમાં ફરી રહ્યો છે. એટલું જ નહીં સલમાનને ગન રાખવાનું લાઈસન્સ પણ મળી ચૂક્યું છે. સલમાનના સેટ પર પણ ગાર્ડ વધારી દેવામાં આવ્યા છે. હવે સલમાનની સાથે હંમેશાં ઘણા ગાર્ડ રહે છે.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન તેલુગુ ફિલ્મ ‘ગોડ ફાધર’માં જોવા મળશે. તે સિવાય તે ‘કિસી કા ભાઈ કિસી કી જાન મેં’ જોવા મળશે. આ ફિલ્મથી સલમાનનો લુક પણ સામે આવી ચૂક્યો છે. સલમાન આ ફિલ્મમાં લાંબા વાળમાં જોવા મળશે. થોડા સમય પહેલા તેણે ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन