Home /News /entertainment /

ચાર પેઢીઓથી સાંભળી રહ્યો છું, સુપરસ્ટાર યુગના અંત વિશે, તેવું ક્યારેય નહીં બને – સલમાન ખાન

ચાર પેઢીઓથી સાંભળી રહ્યો છું, સુપરસ્ટાર યુગના અંત વિશે, તેવું ક્યારેય નહીં બને – સલમાન ખાન

સલમાન ખાન - અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ

સલમાન ખાન (Salman Khan) અંતિમમાં એક ઇમાનદાર શીખ પોલીસ અધિકારી રાજવીર સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. ફર્સ્ટપોસ્ટ સાથેની વાતચીતમાં સલમાન ખાને ફિલ્મ અને મનોરંજન ઇન્ડસ્ટ્રી અંગે થોડી ચર્ચાઓ કરી હતી.

સલમાન ખાને (Salman Khan) તાજેતરમાં આવેલી દબંગ (Dabangg) અને રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ (Radhe: Your Most Wanted Bhai) સહિતની ફિલ્મોમાં કોપની ભૂમિકા ભજવી છે. હવે તે તેની નવી રિલીઝ (New Release) થયેલ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ (Antim: The Final Truth)માં પણ ફિલ્મ ગર્વઃ પ્રાઇડ એન્ડ ઓનર (Garv: Pride & Honour)ના તેના પાત્રથી થોડું સમાન પાત્ર નિભાવતો નજરે આવશે. સલમાન ખાન, જે લગભગ બે વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે (તેની છેલ્લી રિલીઝ દબંગ 3 હતી) અંતિમમાં એક ઇમાનદાર શીખ પોલીસ અધિકારી રાજવીર સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. ફર્સ્ટપોસ્ટ સાથેની વાતચીતમાં સલમાન ખાને ફિલ્મ અને મનોરંજન ઇન્ડસ્ટ્રી અંગે થોડી ચર્ચાઓ કરી હતી.

ફિલ્મ ગર્વ જેવું છે અંતિમમાં મારું પાત્ર : સલમાન

પોતાની ફિલ્મ અંતિમ વિશે સલમાને જણાવ્યું કે, આ ફિલ્મમાં હું ઇમાનદાર પોલીસ ઓફિસર રાજવીર સિંહનું પાત્ર નિભાવીશ, જે મારી ફિલ્મ ગર્વમાં મેં નિભાવેલા પાત્રથી થોડું સમાન છે. તે રાજકારણીઓ દ્વારા અપમાનિત થાય છે, પરંતુ તે અપમાન ગળી જાય છે. તેનામાં અપમાન સહન કરવાની માનસિક શક્તિ છે. તે ઓર્ડર લેશે અને અપમાનિત થશે પરંતુ તે યોગ્ય સમયે જે કરવા માંગે છે તે જ કરશે.

આપને જણાવી દઇએ કે ફિલ્મ અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ 26 નવેમ્બરના રોજ રીલીઝ થઇ હતી. જે મરાઠી ફિલ્મ મુલ્શી પેટર્ન(2018)ની રીમેક છે.

આ રીતે આવ્યો ફિલ્મ બનાવવાનો વિચાર

સલમાને જણાવ્યું કે, જ્યારે તે તેના ફાર્મ હાઉસમાં હતો ત્યારે તેણે આ મરાઠી ફિલ્મ જોઇ અને તેને ફિલ્મ ખૂબ જ પસંદ આવી. તેણે કહ્યું, જ્યારે મે આ ફિલ્મ જોઇ તો મને તેના પોલીસ અને ગેંગસ્ટરના પાત્રો મગજમાં બેસી ગયા હતા. પરંતુ મને લાગ્યું કે ફિલ્મમાં પોલીસનુ પાત્ર ખૂબ ટૂંકુ દર્શાવાયું છે. તેથી મે વિચાર્યુ કે ફિલ્મમાં બંને પાત્રોને યોગ્ય ન્યાય મળવો જોઇએ. એટલું જ નહીં અમે પોલીસના દ્રષ્ટિકોણથી આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. મેં સ્ક્રીપ્ટ પર ડાયરેક્ટર મહેશ માંજરેકર સાથે મળીને કામ શરૂ કર્યુ. અમે ઓરીજલ ફિલ્મમાંથી બેઝિક પ્લોટ જ ધ્યાનમાં લીધો છે.

ઓટીટી થીએટરની જગ્યા ન લઇ શકે – સલમાન


ચુલબુલ પાંડેથી એકદમ વિપરીત પાત્ર

અંતિમ ફિલ્મમાં પોતાના પાત્ર વિશે સલમાને ફર્સ્ટ પોસ્ટને વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મમાં રોમેન્ટિક એંગલ નથી. મેં ભૂતકાળમાં ભજવેલા પોલીસ ઇન્સ્પેક્ટર ચુલબુલ પાંડેના પાત્રથી એકદમ આ ફિલ્મમાં રાજવીર સિંહનું પાત્ર એકદમ વિપરીત છે. મહેશે મને ખાતરી આપી કે આ પાત્ર મારા અન્ય શ્રેષ્ઠ પોલીસ પાત્રોમાંથી એક હશે અને હુ તેનાથી સંમત છું. ફિલ્મમાં મારું પાત્ર મહેનતું અને એકદમ શાંત છે.

આ ફિલ્મમાં તમને એક્શન જોવા મળશે. પરંતુ ફિલ્મમાં રાજવીરનું પાત્ર એકલા જ વધુ સારું લાગતું હતું અને તેથી જ અમે કોઇ હિરોઇન લીધી નથી.

જ્યારે સલમાનને પૂછ્યું કે, જો ફેન્સ તેના જૂના આઇકોનિક ડાન્સ મૂવ્વસ મિસ કરશે તો. સલમાને જવાબ આપ્યો કે, ફિલ્મમાં તે પણ છે, પરંતુ તે થોડા અલગ છે. દબંગ, કીક, હમ આપકે હે કૌન અને હમ દિલ દે ચૂકે સનમમાં જેમ મારા ડાન્સ મૂવ્સ અલગ હતા. તેમ આ ફિલ્મમાં પણ છે. આ ફિલ્મમાં ડાયરેક્ટરને કંઇક એવું જોઇતું હતું જે હજું સુધી કોઇ જોયું નથી.ઓટીટી થીએટરની જગ્યા ન લઇ શકે – સલમાન

મહામારી દરમિયાન થીએટરો બંધ થઇ ગયા હતા અને લોકો ઓટીટી તરફ વળ્યા હતા. આ અંગે સલમાને કહ્યું કે, ના. મને નથી લાગતું કે થીએટર પ્રત્યે લોકોનું આકર્ષણ એટલી સરળતાથી ઘટી શકે. હાં થોડા સમય માટે સિનેમા ઘરો બંધ થયા હતા. પરંતુ લોકોએ વેક્સિનેશન કરાવ્યું અને આજે થીએટરો ફરી શરૂ થયા છે. ઓટીટી સિનેમાની જગ્યા અને સિનેમા ઓટીટીની જગ્યા ક્યારે નહીં લઇ શકે. ફોન અને આઇપેડ પર કંઇ પણ જોવાની તેટલી ઉત્સુકતા નથી રહેતી, જ્યારે ટીવી પર તેની મજા કંઇક અલગ જ હોય છે. પરંતુ ટીવી પણ થીએટર સ્ક્રીનને ક્યારે મેચ ન કરી શકે.

આ પણ વાંચોANTIM Box Office Collection Day 2 : સલમાન ખાનનો જાદુ બીજા દિવસે પણ ન ચાલ્યો, બસ આટલી જ થઈ કમાણી

સ્ટાર્સની છેલ્લી જનરેશન!

ઓટીટી પ્લેટફોર્મ અને નવા ચહેરાઓ તરફ દર્શકોના આકર્ષણને જોતા હવે સુપરસ્ટારના યુગ પર પણ પડદો ઉઠી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દાયકાઓથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહેલ સલમાને આ વાત અંગે જણાવ્યું કે, હું છેલ્લી 4 પેઢીઓથી સાંભળતો આવ્યો છું કે, આ સ્ટાર્સની છેલ્લી જનરેશન છે. મને નથી લાગતું કે સુપરસ્ટાર્સની છબી ક્યારે ઝાંખી પડશે. અમે જતા રહીશું અને કોઇ નવો ચહેરો આવશે. પરંતુ સ્ટાર્સના આ યુગનો ક્યારેય અંત નહીં આવે. જોકે, આ બાબત ઘણી વાતો પર નિર્ભર છે જેમ કે, ફિલ્મની પસંદગી, તમારા અંગત જીવનમાં તમે કેવા છો અને ઘણું બધું. યુવાન પેઢીને પોતાનું સુપરસ્ટારડમ છે. સલમાને હસી કહ્યું કે, પરંતુ હા, અમે યુવાન પેઢી માટે આ એટલું સરળ નહીં બનવા દઇએ. મહેનત કરો. 50ની ઉંમરે પણ અમે મહેનત કરી રહ્યા છીએ. તો તમે પણ મહેનત કરો.
First published:

Tags: Bollywood Latest News, Salman Khan Movie

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन