Home /News /entertainment /માથું નીચે રાખી કોર્ટરૂમમાં બેસી રહ્યો સલમાન, જાણો વકીલો વચ્ચે શું થઈ દલીલ?

માથું નીચે રાખી કોર્ટરૂમમાં બેસી રહ્યો સલમાન, જાણો વકીલો વચ્ચે શું થઈ દલીલ?

    20 વર્ષ પહેલાના કાળિયાર મામલમાં આજે જોધપુર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. વાઇલ્ડ લાઇફ પ્રોડક્શન એક્ટ હેઠળ 9/11 કલમ અંતર્ગત સલમાનને દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેને એકથી 6 વર્ષની થઇ શકે છે સજા.

    સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે કોર્ટરૂમમાં સલમાન એકદમ શાંત મુદ્રામાં બેઠો છે. તેણે પોતાનું માથું નીચેની તરફ રાખ્યું છે. તેણે નજરો જમીન પર ટેકવી રાખી છે અને હાથ જોડેલા છે. તે ઘણી શાંતિથી બધાની દલીલો સાંભળી રહ્યો છે.

    હાલ અન્ય સિતારાઓ બીજા રૂમમાં જતા રહ્યાં છે જ્યારે સલમાન વકીલ સાથે એ જ રૂમમાં છે. સલમાનના વકીલની દલીલ છે કે અન્ય આરોપીઓને રાહત આપી રહ્યાં છો તો મારા જ અસીલને આટલી સજા કેમ થાય? જેનો વિરોધ કરતાં સરકારી વકીલે કહ્યું કે સલમાન ખાન 'આદતન અપરાધી' છે અને તેનો અપરાધ ક્ષમ્ય નથી. એટલે તેને ત્રણ વર્ષથી વધારેની સજા થવી જોઇએ.

    હાલ જજે સલમાનના વકીલ અને સરકારી વકીલની દલીલો સાંભળી લીધી છે. તેઓ હાલ તેની પર વિચારણા કરવા એક અલગ રૂમમાં ગયા છે.

    સલમાન વિરુદ્ધ કેટલા કેસ?
    1998નાં શૂટિંગ દરમિયાન સલમાન પર ચાર કેસ દાખલ થયા. ત્રણ કેસ કાળિયારનો શિકારના અને ચોથો કેસ આર્મ્સએક્ટનો હતો. ધરપકડ દરમિયાન સલમાનના રૂમમાંથી પોલીસે પિસ્તોલ અને રાઇફલ જપ્ત કરી હતી. આ હથિયારનાં લાઇસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Blackbuck Poaching Case, Jodhpur court, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन