ન્યૂઝ18 ગુજરાતી: છેલ્લા ઘણાં સમયથી સલમાન ખાન સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તે તેનાં વર્કઆઉટ અને ફેમિલી સાથેનાં ફોટા અને વીડિયો શેર કરતો રહે છે. એ વાત તો સૌ કોઇ જાણે છે કે સલમાન ખાન ખુબજ દરીયા દિલ છે. તે તેની આસપાસનાં લોકોની હમેશાં મદદ કરવાં તતપર રહેતો હોય છે. તેની દિલેરીનાં સમાચાર અવારનવાર સોશિયલ મીડિયા પર આવતા રહે છે.
હાલમાં જ ફિલ્મ દબંગ 3નાં કો-સ્ટાર દડ્ડી પાંડેને હાર્ટ એટેક આવ્યો હતો. અને સલમાન તેના સ્વભાવ અનુસાર તેની મદદે દોડી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર દડ્ડી સાથે આ ઘટના ફિલ્મના સેટ પર બની ન હતી પણ સલમાનને જ્યારે આ અંગે માહિતી મળી તે બધુ કામ પડતું મુકી તેની ટીમના એક સભ્યને મોકલ્યો હતો. સલમાન સતત તેના તબિયતની જાણકારી મેળવતો રહ્યો. સોશિયલ મીડિયા પર હાલ સલમાનની આ દિલદારીની ભરપેટ પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટસ અનુસાર દડ્ડી પાંડેની હાલત હાલ સુધારા પર છે, દડ્ડીને ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેને ટૂ્ંક સમયમાં હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવશે.