3 વર્ષથી આ સ્કૂલના શિક્ષકોનો પગાર કરી રહ્યો છે સલમાન

 • Share this:
  કાળિયાર શિકાર મામલે જેલમાં બંધ અભિનેતા સલમાન ખાનનો ગ્વાલિયર સાથે પણ જૂનો સંબંધ છે. સલમાન ખાન ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં ભણેલા છે. આ ઉપરાંત ગ્વાલિયરના મુસ્કાન નિશુલ્ક પબ્લિક સ્કૂલ માટે સલમાન ખાન ઘણી મદદ આપે છે.

  હકીકતમાં ચંદન પાલ દ્વારા ખોલવામાં આવેલી આ સ્કૂલની એક સમયે ખરાબ સ્થિતિ હતી. સ્કૂલ અને ચંદન વિશે જાણ્યું તો સલમાને આ મુસ્કાન શાળાના શિક્ષકોનો પગાર આપવાની જવાબદારી લીધી.

  ત્રણ વર્ષથી સ્કૂલમાં ભણાવનાર 12થી વધારે શિક્ષકોનો પગાર સલમાન ખાન મોકલી રહ્યાં છે. જેથી જ સલમાને સજા થવાને કારણે મુસ્કાન સ્કૂલના શિક્ષકો, બાળકો અને સંચાલકો દુખી છે. ત્યાંના બધા જ લોકો સલમાનના મુક્ત થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.

  નોંધનીય છે કે કાળિયાર શિકાર મામલામાં અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટની બહાર અને આખી દુનિયામાં સલમાનના ફેન્સ તેની મુક્તિ માટે દુઆ માંગી રહ્યાં છે.
  Published by:Kaushal Pancholi
  First published: